Gaurishankar Lake Bhavnagar

ગૌરીશંકર તળાવ -ભાવનગર

ગૌરીશંકર તળાવ ભાવનગર શહેરમાં આવેલું એક તળાવ છે. આ રમણીય તેમ જ વિશાળ તળાવ નગરની શોભા વધારે છે. ભાવનગર રાજ્યના એક સમયના દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી આ જળાશયનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે.

માળનાથની ડુંગરમાળામાંથી માલેશ્રી નદીના અનેક ફાંટા નિકળે છે. આવા એક વરતેજ ગામ તરફ વહેતા વહેણને રોકીને ભિકડાની નહેર દ્વારા આ તળાવ તરફ વાળવામાં આવ્યું છે. ભાવનગરના દિર્ઘદ્રષ્ટા રાજવીઓ એ એવી વ્યવસ્થા કરાવી છે કે ગૌરીશંકર તળાવ ભરાઇ જાય એટલે નહેરમા પાણી આવતું અટકાવી શકાય જેથી ભાવનગર શહેર પર ક્યારેય પુરની આફતના આવે. જો ભુલેચુકે પણ વહેણ બદલવાનું રહી જાય તો પણ વધારાનું પાણી “વૅસ્ટ વીયર” દ્વારા કંસારાના નાળા વાટે શહેર પર આફત બન્યા વગર દરિયામાં વહી જાય તેવું પણ આયોજન અહીંયા છે.

Posted in ફરવા લાયક સ્થળો, શહેરો અને ગામડાઓ Tagged with:

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

– નરસિંહ મહેતા

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

Morari Bapu

મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી
જન્મની વિગત: ૨૫/૯/૧૯૪૬ તલગાજરડા, ભાવનગર, ગુજરાત
રહેઠાણ: તલગાજરડા, ભાવનગર, ગુજરાત

વેબ સાઈટ : moraribapu.org
ફેસબુક પેજ: moraribapu

Posted in કલાકારો અને હસ્તીઓ Tagged with: , ,

ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,
ને ફળી ગઈ પૂરવની પ્રીત રે.
ટળી ગઈ અંતરની આપદા,
ને પાળી સાંગોપાંગ રૂડી રીત રે … ચક્ષુ.

નાભિકમળમાંથી પવન ઉલટાવ્યો,
ને ગયો પશ્ચિમ દિશામાંહ્ય રે,
સુસ્તી ચડી ગઈ સૂનમાં,
ને ચિત્ત માંહી પુરૂષ ભાળ્યા ત્યાંય રે … ચક્ષુ.

અવિગત અલખ અખંડ અવિનાશી રે
અવ્યકતા પુરૂષ અવિનાશી રે,
બાળીને સુરતા એમાં લય થઈ ગઈ,
હવે મટી ગયો જન્મનો ભાસ રે … ચક્ષુ.

ઉપદેશ મળી ગયો
ને કરાવ્યો પરિપૂરણ અભ્યાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં
ને આવ્યો પરિપૂરણ વિશ્વાસ રે … ચક્ષુ.

– ગંગા સતી

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’
કાયરો એ અહંકાર ધરતા;
મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં
લાખ શત્રુને રક્તે નિતરતા.

તું રિપુહીન હોવાની શેખી મ કર !
બંધુ ! નિર્વીર્ય એ દર્પ ગાવે ;
બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની,
મિત્રની શત્રુતાયે વધાવે.

દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી,
તેં નથી, મિત્ર, શું ઘાવ કીધા ?
જૂઠડી જીભ પરથી શપથ-શબ્દને
તેં નથી, મિત્ર, શું ધૂળ કીધા ?

ધર્મને વેશ પાખંડ પૂજાય ત્યાં
બંધુ ! શું ખડગ લૈ તું ન ધાયો ?
સત્યનાં સ્વાંગ પે’રી ઊભું જૂઠ ત્યાં
ઝૂઝીને, મિત્ર, શું નવ ઘવાયો ?

સૌમ્ય તું ! ભલો તું ! સંત ભદ્રિક તું !
-ભાઈ, એ છે બધી તારી ભ્રમણા !
રંક તું, દીન તું, ભીરૂ કંગાલ તું –
સ્વાદ ચાખ્યા નથી તેં જખમના.

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, શૌર્ય ગીત Tagged with: ,