પાલણપીરનો મેળો

ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલણપીર ની જગ્‍યામાં ૨૫મીથી મેળો…

ચાર દિવસ મેઘવાળ સમાજ ઉમટશે * આ મેળો ધાર્મિક યાત્રા સમાન છે રાજકોટ : જીલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામે પ.પૂ.શ્રી પાલણપીરની પૂણ્યતિથિએ મેઘવાળ સમાજનો મેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા વદ-૯ થી ૧ર બપોર સુધી એટલે કે સાડા ત્રણ દિવસનો તા. ૨૫-૦૯-૧૬  થી તા. ૨૮-૦૯-૧૬સુધી યોજાશે.

palanpir-no-melo
ચાર મેઘવાળથી શરૂ થયેલા આ મેળામાં આજે હજારોની સંખ્યામાં મેઘવાળ સમાજ ઉમટી પડે છે. ગુજરાત, મુંબઇ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા લોકો ર૧ દિવસના ઉપવાસ કરે છે અને ઘણા પગપાળા સંઘ લઇ ચાલીને પણ આવે છે. સાવ જુદો અને અનોખા આ મેળામાં મોજશોખ કરવાના ફતેત કે મોટા સ્ટોલ હોતા નથી આ મેળો નહી પરંતુ એક આસ્થા ભરી યાત્રા છે.આ મેળાનો પ્રારંભ વાંકાનેરથી ૯ કિ.મી. દુર આવેલ જડેશ્વર મહાદેવના મંદિરેથી થાય છે. ગત ગંગા સફેદ કાપડનો બેડો બાંધે છે. જેની નીચે ગુરૂ હોય તે વેદ બોલે છે અને શિષ્ય હોય તે જીકારો આપે છે. મંદિરના પ્રાંગણમાં ધુપ, ધ્યાન કરી ધજા, શ્રીફળ, સાકર ચડાવી (જેને ભેટ ચડાવી એમ કહેવામાં આવે છે.) લોકો પરોડ જવા પગપાળા ચાલતા થયા છે પરોડે પહોંચી દેહ દાન કરી કાંકણ ભરી આપાની મેડીએ આવી પહોંચે છે.ત્યાં આવી રાત્રે નોમ જાગરણ કરી સવારે કંકણ ભરી ગુરૂને કપુરીયા કુંડમાં સ્નાન કરાવી શિષ્ય પણ સ્નાન કરે છે. આ એજ કપુરીયો કુંડ છે કે જયાં પાલણપીર બાળક સ્વરૂપે પ્રગટ થયા હતાં તેથી જ તો ભકતો અહી સ્નાન કરી ધન્યતા અનુભવે છે.યાત્રા ગણીને આવતા જતી સતી ભેગા મળી બારમતિ તીરથ કરે છે, અને જયા સતીના જોડલાના કાંકણનો અનોખો મહીમા છે. સાડા ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પાલણપીરે કથેલા (૨૪) લાખ વેદ ગુરૂના મુખેથી સાંભળવા એ એક લ્હાવો હોય છે.ત્રીજા દિવસે ગતગંગા વાજતે ગાજતે અબીલ ગુલાલ ઉડાડી સતની ચોરીએ જાય છે અને ત્યાં કાંકરાના ઘર બનાવી ગુરૂને અપર્ણ કરે છે. પછી ગતગંગા સાંજ ઢળતા ઢળતા હડમતીયા ગામના પાદરમાં આવેલ સતના ખાંભાની પરિક્રમા કરી ગતગંગા આપાની મેડી તરફ રવાના થાય છે.શ્રી પાલણપીરના સમાધી સ્થળ આપાની મેડી તરીકે પણ ઓળખવામાં આવે છે.ચોથા દિવસે બપોર થતા જ આ મેળો પુરો થાય છે…

માહિતી સૌજન્ય: વિજય હેલિયા
(તસ્‍વીર – હર્ષદરાય કંસારા – ભાટી એન. ટંકારા -વાંકાનેર) (પ-૧૬)(પ-ર૧) અકિલા નુઝ ની વેબ સાઈટ પરથી

Save

Posted in તેહવારો, ફરવા લાયક સ્થળો, મંદિરો - યાત્રા ધામ, શહેરો અને ગામડાઓ Tagged with: , , , , , ,

આ પણ વાંચો...

1)    નાગેશ્વર જ્યોતિર્લિંગ 2)    વારાહી માતા મંદિર (હઠીલા)
3)    અષાઢી બીજ 4)    વિજય દિવસ
5)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 6)    વેરાવળ
7)    નકલંક ઘામ -તોરણીયા 8)    પોરબંદર ચોપાટી બીચ
9)    ભુરખીયા હનુમાન મંદિર 10)    જૂનાગઢ નજીક સાઇટ સીઇંગ સ્પોટ્સ
11)    નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ 12)    શ્રી નિષ્કલંક મહાદેવ -કોળિયાક
13)    ગોહિલવાડ 14)    તરણેશ્વર મહાદેવ -તરણેતર
15)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર 16)    મજેવડી દરવાજા-જુનાગઢ
17)    લીરબાઈ 18)    લાલ બહાદુર શાસ્ત્રી જયંતી
19)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 20)    વાંકાનેર
21)    જંગવડ ગીર 22)    ગોરખનાથ જન્મકથા
23)    સંતશ્રી વાલમરામ બાપા આશ્રમ 24)    દ્વારિકાધીશ મંદિર
25)    આરઝી હકૂમત 26)    ઘેડ પંથક
27)    ડુબી ગયેલ દ્વારકા 28)    લોકમેળાની ગઈકાલ અને આજ
29)    ઓખા બંદર 30)    14 સપ્ટેમ્બર –હિન્દી દિન
31)    જુનાગઢને જાણો 32)    કથાનિધિ ગિરનાર
33)    જામનગર ફોટો ગેલેરી 34)    વિસામણબાપુની જગ્‍યા વિહળધામ (પાળીયાદ)
35)    ગીરનો ડાલામથ્થો સાવજ 36)    સત નો આધાર -સતાધાર
37)    દીવાદાંડી -પીરોટન ટાપુ જામનગર 38)    વાહ, ભાવનગર
39)    સતી રાણકદેવી ના થાપા 40)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
41)    મોડ૫૨નો કિલ્લો 42)    શિક્ષક દિવસ
43)    રા’ખેંગાર વાવ જુનાગઢ 44)    ખોડીયાર ડેમ -ધારી
45)    Willingdon dam Junagadh 46)    દેવાયત બોદરની પ્રતિમા – જુનાગઢ
47)    બાપા સીતારામ 48)    જાંબુર ગીર
49)    ખોડીયારમાં નું પ્રાગટ્ય 50)    ઘોડાખરા હિંદુ પીર
51)    ગિરનાર 52)    જન્માષ્ટમી
53)    ત્રાગા ના પાળીયા 54)    ભારતીય ધ્વજ સંહિતા – Flag code of India
55)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 56)    ગિરનાર
57)    રક્ષાબંધન -બળેવ 58)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી
59)    મારે ઘેર આવજે બે’ની 60)    મેર જ્ઞાતિ
61)    માધવપુર ઘેડ 62)    Royal Oasis and Residency Wankaner
63)    ચાલો તરણેતરના મેળે 64)    Old Bell Guest House
65)    Somnath Beach Development 66)    કારગીલ વિજય દિવસ
67)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 68)    ચોરવાડ બીચ
69)    મહુવા બીચ 70)    જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી
71)    તુલસીશ્યામ 72)    વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
73)    મણી(વાઘ) મંદિર -મોરબી 74)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
75)    શ્રી હરી મંદિર પોરબંદર 76)    સોમનાથ મંદિર
77)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 78)    નરસિંહ મેહતા તળાવ -જુનાગઢ
79)    કનકાઇ માતાજી -ગીર 80)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
81)    અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર 82)    ગીરનારની ગોદમાં ભરાતા મહા શિવરાત્રીના મેળામાં જોવા મળતી જ્ઞાતિઓ
83)    બજરંગદાસ બાપા 84)    જીત્યો આજે આપણો ગુજરાતી
85)    શ્રી શેષનારાયણ ભગવાન -સાયલા 86)    સુર્ય મંદિર, પ્રભાસ પાટણ વેરાવળ
87)    Celebrating 3rd Anniversary of Kathiyawadi Khamir 88)    ખોડિયાર મંદિર -રાજપરા
89)    ગુજરાત સ્થાપના દિવસ 90)    Jamjir Water Fall -Near Kodinaar
91)    હનુમાન જયંતી 92)    અંજનીનો જાયો શ્રી હનુમાન
93)    વિશ્વંભરીધામ લીલાપુર 94)    રામ નવમી -ચૈત્ર શુક્લ નવમી
95)    જય માં હિંગળાજ 96)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms
97)    23 માર્ચ, શહીદ દિવસ 98)    વીર માંગડા વાળો
99)    મોજીલા મામા 100)    રંગો ની આરાધનાનો તેહવાર -ધૂળેટી