સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી

Birthplace of Chelaiyo

ચેલૈયાના માતા-પિતા શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતીની એવી ટેક હતી કે રોજ સાધુને ઈચ્છિત ભોજન કરાવ્યા પછી જ જમવું. અને આ ટેક પાળવા એક દિવસ સાધુએ ચેલૈયાનું માથું ખાંડવાનો આદેશ આપ્યો તે પણ તેમણે પાળ્યો હતો.

ચેલૈયાનું જન્મસ્થાન પિપાવાવ પાસેનો શિયાળબેટ હોવાની માન્યતા છે અને એ વિશેના પુરાવાઓ પણ છે. અને પેલો ખાંડણીયો પણ અહીં બિસ્માર હાલતમાં હોવાનું કહેવાય છે (ફોટોગ્રાફ માં બતાવ્યા પ્રમાણે). આ ઉપરાંત પ્રચલિત ચેલૈયાનું હાલરડું પણ એક કરુણાસભર અને સબળ લોકસાહિત્યની રચના છે. ચેલૈયાને ફરી જીવતો કર્યો હોવાની વાત આ ગીતમાં નથી.

સંગાળશા શેઠ ને ચંગાવતી રાણી,
ઈ બેઈને રે બાયું એવી એવી ટેકું,
કે સાધુ સંતોને જમાડીને જમવું

પણ એક દિને સમે સાધુ નો મળ્યાં રે.

તેથી નોં મળિયા સાધુ’ને રિયાં અપવાસી,
હૈડે હામું રે હરિનાં નામની રે…

પછી તો
સાત સાત દિ’નાં રે અપવાસ બેઈને થિયાં
આઠમે દિ’એ રે મેઘ મંડાઈ ગિયાં રે..
માથે સૂંડલો ને બેઈ હાલી રે નિસરીયાં
ભારથ ભોમકામાં આંતો મારીયો રે..

એવામાં જમનાને તીરે તપસી કરે બેઠો તપશા
ઝટ જઈ તપસીને પાયે પડ્યાં રે..

અને હોંશેહોંશે માગો રે મા’રાજ ! તમીં માગો રે સાધુડ્યો !
તમુંને જમાડી અમીં જમશું રે..

પણ સાધુ તો :
અમારે જોશે રે સવાશેર પરમાટી
આવડો તખેવાડો તમીં નઈં જાળવો રે..
આવી રે તરખડ્ય તમથી શે થાશે રે ?

તરત જ
સુણતાંકને સગાળશા તો કસાઈવાડે આવ્યાં
સવાશેર પરમાટી તોળાવી લાવીયાં રે

પછી અરજ કરે છે
જમો રે મા’રાજ ! તમીં આરોગો બ્રહ્મચારી
તમને જમાડ્યાં કેડ્યે જમ..શું રે

ત્યાં તો સાધુ
પર તણી માટી અમીં નંઈ રે જમીઈં
માટી જોઈં મારે ચેલૈયા તણી રે..

તેથી
ભણતલ ચેલૈયાને ભાઈબંધે ચિન્તવ્યો
ભાગ્ય રે ચેલૈયા માવતર મારશે રે.

તો ચેલૈયો
હું રે ભાગું તો લાગે બ્રહ્મહત્યા મુજને
પ્રથ્મિ નઈં ખમે મારાં ભારને રે..

તો અણીકોર્યથી
સીધા રે સગાળશા જઈ નિશાળે રે પૂગ્યા
ચેલૈયો તેડીને પાછાં વળ્યાં રે..

ત્યાં તો સાધું
માથું રે મોળો ને મેલો રે શીંકે

પણ શરત કે
નેણલે નીર ઊભરાવા નોં દેવા રે..

અરરર પછી તો
બેઈએ થઈને ચેલૈયો ખાંડણીએ ખાંડ્યો
ને નેણલિયે નીર વે’વા નોં દીધાં રે..

– લોકગીત

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના, લોકગીત Tagged with:

આ પણ વાંચો...

1)    હિન્દ કી રાજપુતાનિયા થી… 2)    કૈલાશ કે નિવાસી નમું બાર બાર હું
3)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ 4)    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
5)    આજ વૃંદાવન આનંદસાગર 6)    પશુધન અને તેની ઉપરની સોરઠીલોકોની મમતા
7)    મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે 8)    ઝીલવો જ હોય તો રસ
9)    શ્રી ઉમિયા માતાની છડી 10)    મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ
11)    સરસ્વતી વંદના : યા કુન્દેન્દુ તુષારહારધવલા 12)    વિદાય
13)    આજ મારાં નયણાં સફળ થયાં 14)    રામ સભામાં અમે
15)    હાં રે દાણ માંગે 16)    માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ
17)    શ્રી ઉમિયા માતાની સ્તુતિ 18)    ચાલ રમીએ સહિ
19)    પદમાવતીના જયદેવ સ્વામી 20)    કળજુગ આવ્યો હવે કારમો
21)    કળજુગમાં જતિ સતી 22)    સૂના સમદરની પાળે
23)    જુગતીને તમે જાણી લેજો 24)    કાનજી તારી મા કહેશે
25)    ગિરિ તળેટી ને કુંડ દામોદર 26)    હાલો ને આપણા મલકમાં
27)    દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું 28)    ગોંડલનું રાજગીત
29)    જનેતાના દૂધમાં ભાગ 30)    સૂર્ય વંદના
31)    વાગે ભડાકા ભારી ભજનના 32)    કાગવાણી
33)    કાળધર્મ ને સ્વભાવને જીતવો 34)    હાલાજીતારા હાથ વખાણું
35)    ધ્યાન ધર 36)    કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે
37)    કોઈનો લાડકવાયો 38)    નાગર નંદજીના લાલ
39)    ગોકુળ આવો ગિરધારી 40)    મોરલી કે રાધા?
41)    જીવન અંજલી થાજો 42)    જય જય ગરવી ગુજરાત
43)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો 44)    અમે મહિયારાં રે, ગોકુળ ગામનાં
45)    વા વાયા ને વાદળ ઊમટ્યાં 46)    ગુજરાતી લોકગીત
47)    અંજનીનો જાયો શ્રી હનુમાન 48)    મા મને કોઈ દી સાંભરે નઇ
49)    શિવતાંડવ સ્ત્રોત્રમ 50)    જલારામ બાપાનું ભજન
51)    રાજા ભૃતુહરી અને રાણી પીંગલા 52)    રાજિયાના સોરઠા
53)    શ્રી ઉમિયા માતાની આરતી 54)    શ્રી જલારામ બાવની
55)    દશાવતાર -દોહા 56)    શ્રી હનુમાન ચાલીસા
57)    કસુંબીનો રંગ 58)    તલવારનો વારસદાર
59)    ઝૂલણ મોરલી વાગી રે 60)    બૂરા ક્યા?
61)    એકબીજાને જીતશું રે ભાઈ 62)    માણેસ, તું મરોય
63)    ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ 64)    આપણા મલકના માયાળુ માનવી
65)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 66)    મોરબીની વાણિયણ
67)    તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે 68)    અમ દેશની એ આર્ય રમણી
69)    ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે 70)    કે મીઠો માંનો રોટલો
71)    ધન્ય સોરઠ ભોમકા 72)    આજનો ચાંદલિયો
73)    ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર 74)    પૃથ્વી થી સૂર્ય નું અંતર
75)    સંત સાહિત્યમાં પ્રખ્યાત 76)    દેવાયત પંડિતની આગમવાણી
77)    સત નિર્વાણ ફાઉન્ડેશન 78)    ધૂપ ને રે ધુંવાડે -આરતી
79)    પ્રેમ કટારી -ભજન 80)    પાપ તારું પરકાશ જાડેજા
81)    મન મોર બની થનગાટ કરે 82)    ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
83)    ચારણ કન્યા 84)    રૂડી ને રંગીલી
85)    આવકારો મીઠો આપજે રે 86)    મારો હેલો સાંભળો
87)    જનનીની જોડ સખી! 88)    હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે
89)    સુખદુઃખ મનમાં ન આણીએ 90)    સમરને શ્રી હરિ
91)    વૈષ્ણવ જન તો 92)    વારી જાઉં રે સુંદર શ્યામ
93)    વહાલા મારા 94)    રુમઝુમ રુમઝુમ
95)    રાત રહે જાહરે પાછલી 96)    મેહુલો ગાજે ને માધવ નાચે
97)    માલણ લાવે મોગરો રે 98)    મારી હૂંડી સ્વીકારો મહારાજ
99)    ભોળી રે ભરવાડણ 100)    ભૂતળ ભક્તિ પદારથ