સિંહ ચાલીસા

Lion Painting

શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ

સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ

રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન
સ્મરતા શૌર્ય નિપજે જેહી ઉપજાવે સ્વમાન

જય જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા
નિશિત દંત, નખ, ત્રાડ હી શસ્ત્રા [1]

કરભીર ગિર અદ્રીએ શોભે
તુજ દર્શથી ત્રિલોક થોભે [2]

સુરાષ્ટ્રે ગિર વસતો તું છે
શૌર્ય પ્રવાહ ધસમસતો તું છે [3]

કાયા કંચન ઓજસી સોહે
નિરખત નિરખત મનડું મોહે [4]

પંજામાં પંચ શક્તિ વિરાજે
વનરાજ બિરુદ એક જ છાજે [5]

આંખ મિંચે તો જોગી જોગંદર
સંઘરી બેઠો શિવને અંદર [6]

સમજણ એક ન ચાલે મારી
કેશવાળી દિસે જટાધારી [7]

ગજબ ત્રાડ તવ ઘોર નિશાએ
પ્રગટે પડઘા ચૌદ દિશાએ [8]

રાત મેઘલી ગિરમાં હો જો
બેલાડ મસ્તી ચાક્ષુશ તું જો [9]

અનુભૂતિનો તાગ જ ના આવે
વણદેખ્યાને શું સમજાવે ! [10]

ત્રણ માત્રાનું નામ અનુપમ
કિસબિધ ગુણ હું ગાઉં લઘુસમ [11]

પંથે પદ પલ્લવને મોહી
ભૂંસી શક્યું એક ના કોઈ [12]

પદ પલ્લવ તુજ વનમાં જોઈ
એ પર પાડી શક્યું ના કોઈ [13]

સોનરેખ હલચલ ખાળીને
જળ ગ્રહતો જીહવા વાળીને [14]

સિંહ ત્રાડ હરિ સ્મૃતિ અપાવે
સિંહ ચાલ અવનિ કંપાવે [15]

ૐ ૐ ૐ ની ત્રાડ ગજાવે
ભૂતલ અરિતલ નાડ ધ્રુજાવે [16]

કરૂણાની બુનિયાદ જગાવે
ક્રોધે નૃસિંહ યાદ અપાવે [17]

જંગલભરની જીવ સૃષ્ટિએ
ખળભળતી તુજ એક દૃષ્ટિએ [18]

કૃપિત નાદને સહેજ જટક તું
વિહંગોનું કિસ્ત્રાણ અટકતું [19]

કંધરે કેશવાળી ધરીને
મૃગપતિ તું હંફાવે અરિને [20]

ગૃહસ્થ તુ જ સરખો ના કોઈ
આવી કુટુંબ કરણી ના જોઈ [21]

તુજ સેંજળથી શૌર્યજ સરિતા
તુજ શિશુઓથી શોભત ધરિતા [22]

તુજ ભ્રમણે જંગલ શોભે છે
કે જંગલથી તું શોભે છે ! [23]

‘સિંહો રક્ષતિ સિંહઃ’ બોલો
અવ નિસર્ગે એથી સમતોલો [24]

હે સિંહ ! સિંહલ ગજાનો તું છે
નિસર્ગ અમૂલ ખજાનો તું છે [25]

સાવધ સાવજ શૌર્ય જ સાલગ
શિષ્ટ શિકારી તું જ છે આ જગ [26]

કેસરી તવ ધીરજ ને જાણી
મોહ નિરસનની મજા પ્રમાણી [27]

હું હરિ હું હરિ કરતો જાણે
સાક્ષાત નાદબ્રહ્મ પ્રમાણે [28]

અડગ અવિચલ અચરજ તું છે
સુરાષ્ટ્રે પંચરત્નમાં તું છે [29]

નૃપ અમે ક્યાં જોયા કદીએ
મૃગરાજ તું હરેક સદીએ [30]

દત્તમાં નિસદિન અવગાહ તું
મા આરાસુરીનો વાહક તું [31]

દત્તની છત્રછાયા છે તારે
જય ગિરનારી તુંય ઉચ્ચારે [32]

ભાર્યા સંગે શિકાર પ્રસંગે
સપ્તશતીમાં હો દુર્ગા સંગે [33]

અનઘળ શક્તિ વિષે હું જાણું
મૃગેન્દ્ર શક્તિ હું શું પ્રમાણું [34]

નાભી એ પરાવાણી વિરાજે
હુંકારે ૐ કારો ગાજે [35]

ચોરાસી સિદ્ધોનું બેસણું
રૈવતગિરી તારે છે અણું અણું [36]

જય જય કરભીર નામ જપંતા
પ્રસરે વપુ મહી શૌર્ય અનંતા [37]

ઉર્જયંત કૃપા વરસાવે
નીડર સિંહ સમાન બનાવે [38]

‘નરેન્દ્ર’ જે પહોંચ્યો છે ગિરલગ
’રમેશ’ પહોંચાડે કરભીર લગ [39]

સિંહ તું અન્યની તોલે ના’ વે
તુજ સંગે તું સિંહ બનાવે [40]

શૌર્ય વિભુષિત સિંહ ચાલીસા
પાઠ કરે જો કોય
સબ ભય નાસે જીવનમેં,
સિંહ સમાન ગુન હોય

લેખક:- ડૉ. શ્રી નરેન્દ્રભાઈ રાવળ
નો ખુબ ખુબ આભાર

Posted in દુહા-છંદ Tagged with: , , ,

આ પણ વાંચો...

1)    પાળીયા બોલે છે 2)    સૂર્ય પૂજા – ભલે ઊગ્યા ભાણ
3)    કાઠીયાવાડી છે 4)    હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા
5)    અષાઢી બીજ 6)    કાઠીયાવાડી દુહા
7)    સાચા સંતો માથે ભક્તિ કેરા મોલ 8)    ચારણી નિસાણી છંદ
9)    કળાવંત કુળવંત કાઠીયાણી 10)    સિંહણ બચ્ચું
11)    સોરઠ રતનની ખાણ 12)    સોરઠ દેશ ન સંચર્યો
13)    ભા’ કુંભાજી – ગોંડલ 14)    ચારણી સાહિત્યમાં ઘોડાંનાં વિવિધ નામ
15)    બારાડી – લીલી નાઘેર પંથક 16)    ઘેડ પંથક
17)    સૌરાષ્‍ટ્રના પાંચરત્‍નો 18)    વિર ચાંપરાજ વાળા
19)    કાગવાણી 20)    જનની જણ તો ભક્ત જણ જે
21)    સૌરાષ્ટ્ર ની ઓળખ સમા લોકડાયરા 22)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
23)    નાથા ભાભા મોઢવાડિયા 24)    વીર રામવાળા
25)    કાઠીયાવાડની કામિની 26)    કાઠીયાવાડી દુહા
27)    કાઠિઓએ કાઠીયાવાડ કીધો 28)    જવામર્દો મહેરો ની યશોગાથા -મણિયારો
29)    આપણું સૌરાષ્ટ્ર 30)    શહીદો ને કોટી કોટી વંદન
31)    ગજબ હાથે ગુજારીને 32)    વીર માંગડા વાળો
33)    પાંચાળ પંથક 34)    મચ્છુકાંઠો
35)    ઓખામંડળ પરગણું 36)    ભાલબારું અને નળકાંઠો પંથક
37)    ઝાલાવાડ પરગણું 38)    છત્રીસ રાજપૂત શાખા અને તેના ગઢ
39)    સોન હલામણ 40)    ભોજા ભગત ના ચાબખા
41)    રૂપાળું ગામડું 42)    કાઠીયાવાડી દુહા
43)    આહિરના એંધાણ 44)    કસુંબો
45)    લોકસાહિત્ય 46)    કાઠીયાવાડી દુહા
47)    રાજિયાના સોરઠા 48)    રંગ રાજપુતા
49)    સોરઠની સાખીઓ 50)    નીડર ચારણનો દોહો
51)    ૧૪ વિદ્યા 52)    સોરઠ ના દુહા
53)    સોરઠી દુહો 54)    મચ્છુકાંઠો
55)    સોરઠદેશ સોહમણો 56)    દશાવતાર -દોહા
57)    ક્ષત્રીયોની તલવાર નુ સાહિત્ય 58)    મરદ કસુંબલ રંગ ચડે
59)    ગીર સાથે ગોઠડી 60)    મરદો મરવા તેગ ધરે
61)    મારા શાયર મેઘાણી 62)    ઊંચો ગઢ ગિરનાર
63)    દરબાર સાહેબશ્રી એભલ પટગીર 64)    ભલી કાઠીયાવાડ
65)    તરુણોનું મનોરાજ્ય 66)    માણેસ, તું મરોય
67)    ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા 68)    કાઠીયાવાડનો ભવ્ય વારસો
69)    અમ દેશની એ આર્ય રમણી 70)    ઝૂલણા છંદ
71)    અમરલોકથી આવ્ય અમારા શાયર 72)    સત ધરમને શીલતા
73)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 74)    સંત ને શૂરાના બેસણાં
75)    સૌરાષ્ટ્ર ધરા 76)    દેવાયત પંડિતની આગમવાણી
77)    ધન ધન કાઠીયાવાડ 78)    ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
79)    મારો હેલો સાંભળો