ઉદારતાની વાતો

સોરઠ તારા વળતા પાણી

Farmer Girl

સોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે ‘આપો ભોવન’, બાપદાદાના વારસા માં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ. બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે. દીકરાને તો કે’દુનો રૂપિયા કમાવા શે’ર મોકલી દીધો હોય છે. અને એની બે દીકરીઓ માંની એક ૧૯ ની રેખા ને, ૧૬ ની રાધા બન્ને ખેતી કામમાં માહિર, બન્ને એકલી ગાડાજોડી ને ખેતરે જાય,ખેતર ખેડવાથી લઈ ને નિંદણ સુધીના બધા કામોમાં એક્કો હતી .
બે વર્ષ થી પડી રહેલા સારા વરસાદ અને મહેનતુ દિકરીઓને કારણે ભોવાનને ઉપજનો ઢગલો થતો હતો. એમાં વધતા માં શે’ર માં રહેલા છોકરાનો પગાર પણ વધી ગયો હતો. આમ તેની પાસે ખાસ્સી એવી જમા પુંજી ભેગી થયેલી એમાંથી તેણે ૩ મોટા રૂમ અને સવતનતર રહોડા વાળું મોટું મકાન બનાવ્યું હતું. એક રૂમ માં નાના ભાઈ નાગજીનો ઘરસંસારને વચ્ચે ની રૂમ માં રાધા ને રેખા રહેતી અને છેલ્લો રૂમ શેરીની બાજુ માં પડતો એટલે ઓફીસ તરીકે રાખેલો. ખેતી નો માલસામાન ભરવા માટે એક અલગ ભંડારો, સાગ ના લાકડાનું ફરનીચર,ને દિવાલુ માં મોટા મોટા ચોકેચો બેસડાવેલા ને આખા પરા માં બધા થી સારું એવું મકાન ભોવાને ખડકી દીધું તું. ગામ ની છોડિયુંના લગન માં જાન ના ઉતારા પણ ભવાનની ઘરેજ અપાતા.

એક’દી ભોવાન પાય્સા ચડાવીને કુદરતે દીધેલ મોલાદને પાણી પાતો હોય છે. એટએટલા માં એના કવા માંથી પાણી કાઢવાના મશીનનો પટ્ટો તૂટે છે.બપોર ના અગિયારનું ટાણું થ્યું હોય સે. સુરજ બરોબર માથા ઉપર પોગવા નું ટાણું થતું આવતું તું. હજુ ભાતું આવવાનીય ઘણી વાર હતી. એટલે ભોવાન ઈની સાયકલ લઈને પાદર માં ખોડિયાની દુકાનેથી પટ્ટા ના તૂટેલા બટકાના માપ નું નવું બટકું લેવા નીકળે છે. એના ખેતરે થી થોડોજ આગળ પુગે છે ત્યાં એને બાજુના ગામ માંથી એના ગામ ની ઈસ્કુલ માં નોકરી કરતા માસ્તર ભેગા થઈ જાય છે. બન્ને વાતો ના વડા ખાતા ખાતા આગળ વધતા જાય છે. માસ્તર ઘણી વાર રાધા ના હોશિયાર પણાના વખાણ કરે છે ઈ હાંભળી ને ભોવાનની છાતી ગજ ગજ ફૂલી જાય છે.

બન્ને ની સાયકલ સવારી આગળ વધતી જાય છે. એટલા માં તો દુર દુર સામેથી ભોવાનની દીકરી રેખા ભાત લઈ ને આવતી હોય એ માસ્તરની નજર માં ચમકી જાય છે. થોડા આગળ પોગે છે ત્યાં તો ભોવાની આંખે એને સપના માં પણ ના આવે એવું દ્રશ્ય દેખાય સે. એની લાડકી રેખા અને એના શેઢા પાડોશી એવા ગામના સરપંચનો છોકરો કિલકિલાટ કરતા એક બીજા ના હાથ માં હાથ જાલી ને ખડખડાટ દાંત કાઢતા કાઢતા આવતા હોય છે. માસ્તર ની નજર પણ આ સીન પર પડે છે. ભોવાન પોતે જાણે કાય જોયું જ ના હોય શરમથી હેઠું ઘાલી ને સાયકલ ચલાવવા લાગે છે. એટલા માજ ત્યાંથી ગામ તરફ જવાની બીજી કેડી નીકળે છે એ કેડી નો રસ્તો બોવ્જ ખરાબ અને રોદા વાળો હોય એ જાણતો હોવા ચતા ઈ બાજુ સાયકલ વાળી હંકારે છે. માસ્તર એના રુદિયા ની વ્યથા ને સમજી ગયા હોય છે. એ પણ મૂંગા મોઢે કાય પણ બોલા વગર સાયકલ વાળી લે છે.અને ગામનું પાદર આવતાજ મૂંગી મુસાફરી માંથી એકબીજા ને આવજો ના હોંકારા કરી ને માસ્તર એના રસ્તે ને ભવાન ખોડિયા ની દુકાન નો રસ્તો કાપે છે.

આ બનવા બનવાના હજી પુરા તણ દી’ય નોતા થયા ત્યારે એ અઢી દી ની રાતે ઘર ના બધા બહારજ ઓછરી માં ખુલ્લા આકાશ ની નીચે તારોડીયાઓના જગમગાટમાં ને ચંદા ના આછાયા પ્રકાશ માં ખાટલા ઢાળી ને સુતા તા. ત્રીજા દી ‘ની વહેલી સવારે પરોઢના ટાણે અચાનક રાધાની નિંદર ઉડે છે. બાજુ ના ખાટલા માં નજર કરતાજ એ રેખાને ન ભાળ’તા અચરજ પામે છે. તરત જ એનીમાં ને જગાડે છે. એટલા માંતો ભવાન પણ જાગી જાય છે. એજ સમયે નાગજી ને એની વહુ પણ જાગે છે.બધા રેખાને ન દેખતા ને અચંબા માં મુકાઇ જાય છે.
નાગજી એના રૂમની તપાસ કરવા દોડી જાય છે,એના રૂમ માં રેખાની ભાળ મળતી નથી.ભવાન ઓફીસ વાળા રૂમ ને ઝાંખે છે ત્યાં પણ તેના કોઈ સગડ મળતા નથી.એટલા માં રાધા વચ્ચેના એના રૂમ પાસે પોહ્ચે છે. ત્યાં પોહ્ચતાજ ઈ જોવે છે કે દરવાજો આગોળીયો વાસ્યા વગર નો એમજ ખુલ્લો છે.


એ ધડાકા ભેર દરવાજો ખોલે છે. અંદર નજર નાખતાની સાથે જ એ રાડ પાડી ઉઠે છે. રૂમ માં સામેજ રેખાની લાશ પંખાના હુંક સાથે ગળેફાંસો ખાધેલી જુએ છે. એટલા માંતો રાધાની ચીંખ સાંભળી ને ભોવાનને તેની પત્ની, ને નગાજી ને એની વહુ ત્યાં પોગી જાય છે. ગામ માં બધા ની નજરે સારી સુશી ને સંસ્કારી છોકરી તેમજ ગામ માં ઘણા બધા ને આત્મહત્યા કરતા રોકનારી, અને આત્મહત્યા ના વિચારો કરવા વાળાને એક પ્રેરણા પૂરી પડતી રેખાની ગળેફાંસો ખાધેલી લાશની વાત આખા ગામ માં કાનોકાન ફેલાઈ જાય છે. આખું ગામ ભોવાનને ત્યાં ભેગું થઈ ઉઠે છે. રેખાના આમ અચાનક મૃત્યુના શોક થી આખું ગામ ગહેરા શોક માં ગરકાવ થઈ જાય છે. ગામડા માં પોલીસના કબાડા કરવા માટે પણ છેક તાલુકા મથકે લાંબુ થવું પડે એના કારણે આ વાત પોલીસ સ્ટેશન સુધી પોહ્ચતી જ નથી. એ’દી તો આખા ગામ માં હંધાયના ચુલા બંધ રહે છે. બધા ના મોઢે એક જ વાત થાય છે કે આ છોડી તો ક્યારેય આવું પગલું ભરેજ નહી. અચરજમાંને અચરજ માં એની દેનકરીયા ય દેવાય જાય છે.

બાયું ભાયું ને સમજતા ટાબરિયાઓ ને ગામની બધી છોડિયું ના મોઢે એક જ સવાલ હોય છે રેખા એ આવું પગલું કેમ ભર્યું હશે?????

પેલા માસ્તર એની ટરેનીંગ માં તાલુકામથકે ગયા હોય છે, એને ત્યાં રેખા એ ગળેફાંહો ખાધો એવી વાત મળે છે. એ એજ દાડે ગામ માં પાછા ફરે છે. ને ભોવાન ના ઘરે ખરખરો કાઢવા દોડી જાય સે. ત્યાં પોગતા જ એ ભવાનને બધી વાત કેવાનું કે છે પણ ભોવાન એની હારે આંખુ મિલાવી શકતો.અને અનો ભાઈ નાગજીય આંખો મેળવા વગર એ વહેલી સવારની વાત માસ્તર ને કે સે.
માસ્તર ડાળમાં કાળું જોય જાય છે. એને આ ગળેફાંહાની વાત ગળે ઉતરતી નથ. એ ઘરે હાલતી પકડે છે. આખો’દી વિચારો માં ડૂબ્યા પડી ને માસ્તરને એ વાત નો અણસાર આવે છે કે આ છોડીએ તો ગામ માં કેટલીય બાયુંને કુવા માં પડતી બચાવી છે. ગામ ની કેટલીય છોડિયું ને આવું જાતવહોરી લેવાના પગલાના ભરાય એવી વાતો સીખવી સે. આ છોડી આમ ગળેફાંહો તો ખાય જ ન્ય. એટલા માં એને પેલી વાડી ના રસ્તા વાળી વાત યાદે ચડે છે. એ બધું જ સમજી જાય છે.
બીજે દી હવારે એ નીહાળે જાવાને બદલે પેલા સીધા ભોવાન ને ઘેર જાય સે. કાલેજ આવેલા માસ્તર ને આજ પાછા જોય ને ભોવાન મુંજાય સે. માસ્તર જાય છે એ ટાણે તો હજુ કોઈ ખરખરા વાળું આવું નોતું. માસ્તર ભોવાન ને એકલાને એના ઘર માં ઢોર રાખવાના વાડા માં લય જાય છે ને ત્યાં જય ને સીધું જ કહે છે

“ભોવના તે જે કાળી કરતુંસ કરી હોય ઈ મને કય દે નકર હું પોલીસો ના દરવાજા ખખડાવીહ, હું જાણું છું કે રેખા એ ગળેફાંહો ખાધો જ નથ. આમાં તમે ઘર લોકો જ કાક રમત રમી ગયા સો. જે હોય એ મને કે નકર તારા ઘર ની હરાવાટ નથી જોજે”

જેમ કમાન માંથી તીર છૂટે એમ માસ્તર ના મોઢા માંથી નીકળેલા આવા શબ્દો ભોવાન ના કને પડતાજ ભોવાનને આ ધરતી જગ્યા આપે તો સમાય જાવા નું મન હાલે છે. ભવાન ઘડીબેઘડી મૂંગો જ રહે છે. અને આંખલડી માં આવેલા આશ્રું સાથે માસ્તર ને કહે છે

“ભલા માસ્તર સાહેબ, ઓલાદી આપડે જે સાથે જોયેલું એ જોયા પછી મને મારી આબરૂની બોવ ચીન્ત્તા થાતી તી.ગામ માં કમાયેલી મારી ઈજ્ત ની ધજીયા ઉડત એવું લાગતું તું.મે આ વાત રાધા નોતી ત્યારે ઘર માં નાગજીને ને એની વહુ નેને રેખા ની મા ને કીધી. આ વાત હાંભળીને રેખા ની માએ એજ રાતે રેખાને ગળેટુંપો દેવાની વાત કરીને આમ એના મડદા ને પછી પંખા ના હુંકે ટીંગાડી ને બાજુ ના રૂમ માં પડતા બાયણા માંથી નીકળી જાવાનો પલાન કરો. આમ કરવાથી કોઈ ને કાય ખબર ન્ય પડે. બસ એજ મોડી રાતે નાગજી એ રેખા ના મોઢા પર ઓશીકું નાખુંને એની મા એ જ એનું ગળું દબાવી દીધું. પછી અમે જ ભેગા થય ને એને હુંકે લટકાવી ને સુઈ ગ્યા. પણ માસ્તર એ ઘડી થી આજ ની ઘડી સુધી હજી હું હુઈ નથી શકો. મારી વ્હાલી રેખા…..મારી વ્હાલી રેખા……”

જબરા આક્ર્દ સાથે રોતા રોતા ભોવાને માસ્તર ને બધી વાત કરી.

માસ્તર પણ એની આંખો ને કોરી રાખી નો શકા. હવે પોલીસફરિયાદ કરવાથીય કશો ફાયદો નથી. આ સુખી કુટુમ્બ વિખાય જશે ને રાધા ને એકલા અટુલા રેવું પડસે.. આ વાત હમજી ને માસ્તર ભોવાન ના ઘરે થી હાલી નીકળે છે.
એ’દી થી આજ ની તારીખ સુધી માસ્તર ભોવાન ની શેરી પાસે થી નિકળા નથી.

-આવી તો કેટલીય છોકરીઓ ને આ દંભી સમજે વગર વાંકે હવન ના કુંડ માં હોમી દીધી છે. અને હજુ ગામડાઓ માં હોમાય છે.

“હે ઈશ્વર આવી તે આબરૂ તું કોઈને ના દેતો,
જે બચાવવા દીકરીને ગોળીએ દેવી પડે”

લેખક: હાર્દિક વસોયા
બ્લોગ: hardlovely.wordpress.com

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators