સ્વતંત્રતાની મીઠાશ

Indian Flag

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી !

મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !

પૂછી જોજો કોઈ ગુલામને-
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગળ જે દિને :

એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન!’ – શી ઓ હો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ : છાતીમાં છોળો છલકાઈ પડી !
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા

એને ભાન મુક્તિ તણું થયું :
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું ?
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું :

એના મસ્તકે નમવાનું ભૂલી આભ શું માંડી આંખડી,
એની ઊર્મિ રાંક મટી રૂડા જગબાગમાં રમવા ચડી.
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા

પડું કેદખાનાને ઓરડે,
લટકુંયે ફાંસીને દોરડે,
લાખો ગોળી તોપ તણી ગડે:

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા

કાળી રાત ચોગમ ઘૂઘવે,
લાખો શાપ બંધુજનો લવે,
વા’લા વેરી થૈ રોવે-મૂંઝવે :

છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી;
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી.
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા

મારા દેશનાં સહુ શોષિતો,
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો :

એનાં ભૂખ્યાં પેટ છતાં એને, કેવી મોંઘી તું, કેવી મીઠડી !
એનાં બેડી બંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી !
-તારા નામમાં, ઓ સ્વતંત્રતા

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with: ,

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    ઊઠો
5)    ભોમિયા વિના મારે 6)    વિદાય
7)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 8)    સૂના સમદરની પાળે
9)    આરઝી હકૂમત 10)    ગોંડલનું રાજગીત
11)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 12)    ઉઘાડી રાખજો બારી
13)    દીકરો મારો લાડકવાયો 14)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી
15)    મારે ઘેર આવજે બે’ની 16)    કોઈનો લાડકવાયો
17)    જય જય ગરવી ગુજરાત 18)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ
19)    ભાગું તો મારી ભોમકા લાજે 20)    કેસર કેરી
21)    મા મને કોઈ દી સાંભરે નઇ 22)    રૂપાળું ગામડું
23)    નદી રૂપાળી નખરાળી 24)    મારા કેસરભીના કંથ
25)    ગિરનાર સાદ પાડે 26)    મહાજાતિ ગુજરાતી
27)    વારતા રે વારતા 28)    કસુંબીનો રંગ
29)    નવ કહેજો! 30)    વીર જતીન્દ્રનાં સંભારણા
31)    બૂરા ક્યા? 32)    છેલ છબીલો ગુજરાતી
33)    છેલ્લી પ્રાર્થના 34)    યજ્ઞ-ધૂપ
35)    ભીરુ 36)    મોતનાં કંકુ-ઘોળણ
37)    તરુણોનું મનોરાજ્ય 38)    ઝંખના
39)    કાલ જાગે 40)    કવિ તને કેમ ગમે
41)    હાલોને જાયેં સોનુંરે વીણવા 42)    ગામડાનો ગુણાકાર
43)    અમરલોકથી આવ્ય અમારા શાયર 44)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ
45)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત? 46)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત
47)    જનનીની જોડ સખી! 48)    અમે અમદાવાદી
49)    શિવાજીનું હાલરડું 50)    તમે મારાં દેવનાં દીધેલ છો
51)    સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું 52)    હાં…હાં હાલાં -હાલરડું