ઈતિહાસ ઉદારતાની વાતો બહારવટીયાઓ

મોટપ

વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આજન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર, મોઢ વણિક. ‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે અમારા મુરબ્બી અને શિરતાજ છો. મારે સામેથી […]