અહાઢ ની કાળી વાદળીયૂ આવી ને….. મોરલા ના ટવકા યાદ આવ્યા હાવજ ની ડણકુ યાદ આવી બાપ આજ ગાંડી ગીર યાદ આવી..
Tag: કાઠીયાવાડી દુહા
કાઠીયાવાડી છે
નરસૈયો ને દત બીરાજે, જ્યા ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલામથા, એની ડણકુ કાઠીયાવાડી છે. પરબ, સતાધાર,વિરપુર, પાળીયાદ ને બગદાણે, હરીહર નો જે સાદ કરે એ રોટલો કાઠીયાવાડી છે. સંત, સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય, મરી જવુ પણ માગવુ નહી, એ ટેક કાઠીયાવાડી છે. ન ખાવાનુ ખાવા માગ્યું હતુ, એ મહેમાન મહા ભારાડી […]
હોથલ પદમણી – કાઠીયાવાડી દુહા
ધણ વિન ધાન ના નિપજે ને કૂળ વિણ માડુ ના કોઈ, જેસલ જખરો નીપજે જેની મા હોથલ પદમણી હોય
કાઠીયાવાડી દુહા
રાજ રીત જતી કરી, ખડ જો સાવજ ખાય તો લાજે સિહણના દુધડા, ઈને ભાવની ભોઠપ થાય
વીર મોખડાજી ગોહિલ
ધડ ધિંગાણે જેના માથડા મહાણે એનો પાળીયો થઇ ને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કચ્છ – કાઠીયાવાડ માં વીર મોખડાજી ની વાત થી કોઈ અજાણ નો હોય, પણ એ વાત ને હું આજ ફરીથી લખું છું જેથી વીર પુરુષ મોખડાજી બધાયના હૈયા માં જીવંત રહે ગોહિલો ના મૂળ-પુરુષ સેજકજી ગોહિલ, જેમને કાઠીયાવાડ ની ધરા […]
ચારણી નિસાણી છંદ
જે ગજરાજ ગરીઠ,સજહ જેહા રંગ કજ્જળ અંગ પહાડ ઉતંગ સા ,સજીયા જંગ સબ્બળ જાણ કે ભાદ્રવ જેહડા,બરસાળા બદ્દ્ળ પંખી ઉડે બગ પંત્તસી,ઓપે દંત ઉજ્જળ ચરય સિંદોરાં ચાચરા,ચમકંત ચળોવળ જેહી વિધુત જાતસી,બિકસાત બળોવળ રંગ રત્તા હિરયાળીયા,મેંડ પીત ત્રહું મળ ખેમાર ગયંદ ખેંચિયા,કોદંડ તણી કળ
કળાવંત કુળવંત કાઠીયાણી
કાઠી સમાજ ની દીકરી ઓ એ સજાવેલ પરંપરાગત કલાત્મક ઓરડો, ફોટો – જે. કે. ધાખડા ભરત નવે ભરતી હાસ્યમદ ઝરતી,બમણ નાજુક જો હીર બખીયા, શોભત ઓરડા ચંદરવે ચાકળે, ટેરવે ગુંથેલા ભીત તકિયા , ભાવથી ભરેલા મોતીડા ભરતમા,પેખજયાં ઓળખેલ કંઈક પ્રાણી, આંગણું ઉજાળણ અજબ ઓજસભરી, કળાવંત કુળવંત કાઠીયાણી.
સિંહણ બચ્ચું
બાકર બચ્ચાં લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારાં,
સોરઠ રતનની ખાણ
કાયા જેની કુમળી ને છંદ એનો જાણે ત્રાડ એવી શુરા અને શહીદો નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ
સોરઠ દેશ ન સંચર્યો
સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો દામો-રેવતી, અફળ ગયો અવતાર. સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર; ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગયો અવતાર.