ઈતિહાસ

જાકુબ, આનું નામ જોરાવરી

જૂનાગઢ માથે ઉદયાચળના પહાડ ઉપરથી ઊગેલો અરુણદેવ ગરવા ગિરનારની ટુંકની ઓથેથી ઊભો થઇને અજવાળાં પાથરવા માંડયો છે. જૂનાગઢની શેરિયું ને ચોક ઝળઝળાં થઇ રહ્યાં છે. એવે વખતે સોરઠનો ધણી રાજદરબારની દોઢીએ બેસીને રૈયતની રાવ – ફરિયાદ સાંભળી રહ્યો છે, ત્યાં કાળો કકળાટ કરતું કુતિયાણાનું મા’જન આવીને ઊભું રહ્યું. ‘બાપુ, રૈયત રાડ દઇ ગઇ છે. હવે […]