Tag: નરસિંહ મેહતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા ! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક

આજ વૃંદાવન આનંદસાગર, શામળિયો રંગે રાસ રમે; નટવર-વેશે વેણ વજાડે, ગોપી મન ગોપાળ ગમે. એક એક ગોપી સાથે માધવ, કર ગ્રહી મંડળ માંહે ભમે; તા થૈ તા થૈ તાન મિલાવે, રાગ-રાગણી માંહે ઘૂમે. સોળ કલાનો શશિયર શિર પર, ઉડુગણ સહિત

ગુજરાતી ભાષાના આદિકવિનું બિરુદ મેળવનાર નરસિંહ મહેતા (૧૪૧૪–૧૪૮૦) માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના ઉત્તમ સંત-કવિઓમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. વડનગરા બ્રાહ્મણની નાગર જ્ઞાતિમાં જન્મેલા નરસિંહ મહેતાની આર્થિક સ્થિતિ નબળી હતી. નાનપણમાં માતા-પિતાનું મૃત્યુ થતાં તેમણે ભાઇ-ભાભીને આશરે જીવવું પડયું.

નરસિંહ મહેતાનો ચોરો -જુનાગઢ Narsinh Mehta Choro -Junagadh

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી, સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી. જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું; પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું. વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે; હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો. પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો, ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં રસ બસ એકરૂપ

હાં રે દાણ માંગે કાનુડો દાણ માંગે હાં રે તારી મોરલીના બોલ વાગે … કાનો દાણ માંગે. હાં રે કાન કિયા મુલકનો સૂબો, હાં રે મારા મારગ વચ્ચે ઊભો … કાનો દાણ માંગે હાં રે કાન કિયા મુલકનો રસિયો, હાં

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી, વસંત આવ્યો વનવેલ ફૂલી; મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ, કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી. પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી; રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ, આજ તો લાજની દુહાઈ

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે… એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે… કાનજી. માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે… ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે… કાનજી. ઝુલણ પહેરતાં નહોતું

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ ઢેઢ વરણમાં દ્રઢ હરીભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ મહાપુરુષ અમ અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ પ્રેમ પદારથ