Tag: મેર

મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા પોરબંદર ના યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી, મહેર જવામર્દ  વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા ની શૌર્યકથા વિડિઓ ડોક્યુમેન્ટરી સ્વરૂપે   Its a story from Gujarat(India) The man named Natha Modhwadiya was the “SuperHuman”

લીરબાઈ (સ્ત્રી સંત: મેર જ્ઞાતિ) જન્મ: સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી

બારાડી પંથક હાલારની દક્ષિણે બરડા ડુંગરનો વિસ્તાર બરડો કે બારાડી પંથકના નામે ઓળખાય છે. જૂના વખતમાં એનું ક્ષેત્રફળ ૫૦૦ ચો.માઈલ હોવાનું ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં નોંધાયું છે. એ પ્રદેશ જૂના કાળમાં જેઠવા રાજપૂતોના તાબામાં હતો. ત્યારબાદ સોરઠમાં ભેળવી દેવાયો. બરડા પંથકના જુવાન

આપણા કાઠીયાવાડ માં એક કેહવત છે કે, મર્દો તો ભાઈ થતા હોય  ન્યાં થાય, થયા હોત ન્યાં થાય, બીજે ગમે ન્યાં નો થાય આવા જ એક શુરવીર એટલે બરડા પંથકમાં પોરબંદર પાસે આવેલા નાનકડા પંખીના માળા જેવા ગામ મોઢવાડાનો જુવાન

ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી… રસિક હૈડાં લસે મર્મ મુખમંડળે… માનવી મીઠડા પ્રેમભીના… પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના… કાઠી ખસીઆ વસ્યા શૂર રજપૂત જ્યાં… મેર આહીર ગોહિલ બંકા… ખડગના ખેલની રંગભૂમિ મહીં… જંગના વાજતા નિત્ય ડંકા…

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી…. મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી, ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં ,વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો, એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો

મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો,

આ રાસ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારત સહીત હવે તો લગભગ આખાયે વિશ્વમાં પ્રસિધ્ધ થયેલ છે. આ રાસ મહેર લોકોનો પરંપરાગત રાસ છે. જે ફક્ત પુરૂષો દ્વારા રમવામાં આવે છે. પોરબંદર અને આસપાસનાં બરડા તથા ઘેડ પંથકમાં, હોળી, સાતમ-આઠમ, નવરાત્રી તથા

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લાઠી અને તલવાર ફેરવવાની કળા પ્રત્યે ઘણું સન્માન દર્શાવવામાં આવે છે. આ કલાનાં ઉસ્તાદો એક કે બન્ને હાથમાં લાઠી કે તલવાર રાખી અને તેને જે કૌશલ્યપૂર્ણ રીતે ઘુમાવતા હોય છે તે દૃષ્ય જોવા લાયક હોય

અમર સોરઠી પ્રેમકથા (સોન હલામણ) મેર જાતિના સોહામણા ઘામ બરડામાં મોરાણું નામે એક ગામ છે. જૂના કાળમાં મૂળુ રાઢિયો નામે ગામઘણી રાજપૂત રહેતો. એને ઘેર ‘ઢળકતી ઢેલ્ય’ જેવી, ‘લચી પડતા કૉળેલ આંબા’ જેવી, ‘પ્રથમ રંગ પકડતી આંબા – શાખા’ સરખી,