ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર.વ.દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલિશાન મહેલના એક ઓરડામાં બેઠાં રસઝરતી વાતોમાં ગળાડૂબ હતા. આ બન્ને શબ્દસ્વામીઓની વાતો સાંભળવા રાત ઉભી રહી ગઈ હોય તેમ સાવ સૂનકાર ભાસતો હતો. પાંદડું પડખું ફરે તો […]
Tag: રાઘવજી માધડ
મહેમાનગતિ
એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો થાય છે.ત્યાં વાતમાંથી વાત નીકળી.એક કાઠીએ કહ્યું : ‘શેરડી મીઠી બોવ…!’ ‘મીઠી તે દુશ્મનના લોહી જેવી !!?’ ચિત્તળનો કાઠી ડાયરો મૂછમાં હસવા લાગ્યો.લાઠીનો રાજવી મહરને પામી ગયો. આગની જેમ હાડોહાડ લાગી ગયું. પણ અબોલ […]
રખાવટ
રખાવટ -લોકસાગરના મોતી વિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે આવીને ઊભો રહ્યો. ગામ માટે પોતે અજાણ્યો હતો અને પોતાના માટે ગામ અજાણ્યું હતું. પણ રાતવાસો કર્યા વગર છૂટકો નહોતો. તેમણે ચોરા પર બેઠલા ડાયરાને રામ..રામ…કર્યા. સામે રામ..રામ..નો જાણે વરસાદ વરસ્યો. પછી […]
અખંડ ભારતના શિલ્પી
અખંડ ભારતના શિલ્પીની સાદાઈ સરદાર બીમાર હતા. તેથી તેઓની ખબર પૂછવા ત્યાગી આવ્યા. મણિબહેન સરદારને દવા પીવડાવી રહ્યાં હતાં. કોઈ તપસ્વીની ઓજસપૂર્ણ સાદગીમાં પિતાની શુશ્રૂષા કરી રહ્યાં હોય તેવું વિરલ દ્રશ્ય ત્યાગીના અંતરપટ પર અંકાઈ ગયું. પણ એક બાબત ત્યાગીની આંખોમાં કણાની માફક ખૂંચી. મણિબહેનના સાડલામાં થીંગડું મારેલું હતું. રહેવાયું નહિ એટલે ત્યાગીએ કહ્યું: ”મણિબહેન! […]
અમરા વાળાના ગિરાસની ખુમારી
શૌર્ય કથા ‘બાપુ!’ અમરાવાળા ખિન્ન સ્વરે બોલ્યા: ‘એ ગિરાસ આપણને નહિ મળે!’ દરબાર વાજસુરવાળાએ કુંવર સામે જોયું. પછી બોલ્યા: ‘શું કરવા ન મળે, એ ગિરાસ પર આપણો કાયદેસરનો અધિકાર છે.’ ‘છતાંય નહિ મળે, પ્રભુની કૃપા વગર પાંદડું પણ ન ફરકે!’ અમરાવાળાએ કહ્યું. દરબાર વાજસુરવાળા કાંઈ બોલ્યા વગર મૌન જ રહ્યા. તેઓને સત્તાની લાલસા નહોતી પણ […]
કાઠીયાવાડનો રોટલો
કાઠિયાવાડનો રોટલો મોટો કહેવાય છે સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ધરા. રોટલો અને ઓટલો ગજબનો. સાધુ-સંતોના આશ્રમ, રામરોટી અને મમતાળુ મનેખથી ભર્યોભર્યો મલક. કહેવાય છે કે કાઠીયાવાડનો રોટલો મોટો ! પણ જેનો રોટલો કે ઓટલો સાવ નાનો છે, એકપણ પ્રકારની પ્રસિદ્ધી નથી. જનસમાજ માટે એક તદ્દન સામાન્ય સાધુ છે. ધાર્મિક શ્રદ્ધાના ઠેકાણાથી વિશેષ કશું નથી […]
ધરમની બહેનનું કરજ
બાઈની આંખમાંથી ડળક….ડળક…આંસુ ખરવા લાગ્યા. સાડલાના છેડાથી આંખો લૂછીને તે બોલી : ‘ભાઇ, તમારેને અમારે આંખનીય ઓળખાણ નથી. છતાંય નાણાં ચૂકવી મારી આબરૂ સાચવી…તમારું સરનામું આપો, મારો દીકરો મોટો થયે તમારા નાણાં દુધે ધોઈને મોકલી દઈશ…’ વાલો કેસરિયો લાગણીભાવે બાઈ સામે જોઈ રહ્યો. થોડીવાર પછી બોલ્યો: ‘બેન! હુંતો ઘોડાનો વેપારી. આજ આયાં તો કાલ બીજે…મારા […]
દિલાવરી
નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ આવ્યું?’ અંદરથી એક રૂઆબદાર અવાજ આવ્યો. ‘બાપુ, કવિરાજ ગગુભાનું સનાળી ગામ છે !’ ‘તો પછી ગગુભાને સમાચાર આપો, નહિતર તેમનો ઠપકો સંભાળવો પડશે- ઘેર આવ્યા વગર […]