Zavwechand Meghani
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

ઊઠો

ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે : બે’ની ! બંકા આપણ ભરથાર. – ઊઠો. દુશ્મન કેરાં નોતરાં, બે’ની ! બથ ભરી મળવા કાજ; રક્તનાં કેસરછાંટણાં છંટાશે, ખેલાશે રસબસ રાસ રે: કંઠે પે’રી આંતરડાંની માળ. […]

Zaverchand Meghani
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

વિદાય

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં, કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં: ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિઃશ્વાસ છેલ્લા, અમારે રોમેરોમેથી વહ્યા’તા રક્તરેલા. સમય નો’તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો, સમય નો’તો શિશુના ગાલ […]

Zaverchand Meghani
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

સૂના સમદરની પાળે

[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.] સૂના સમદરની પાળે રે આઘા સમદરની પાળે ઘેરાતી રાતના છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુડો રે સૂના સમદરની પાળે. નો’તી એની પાસે કો […]

Indian Flag
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

સ્વતંત્રતાની મીઠાશ

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી ! મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી ! પૂછી જોજો કોઈ ગુલામને- ઊઠ્યા કેવા ઓઘ એને મને મળી મુક્તિ મંગળ જે દિને : એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન!’ – શી ઓ હો સુખની ઘડી ! એની આંખ લાલમલાલ : છાતીમાં છોળો છલકાઈ […]

Mother and Child
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કોઈનો લાડકવાયો

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી; મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી. થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને, શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને; નિજ ગૌરવ કેરે ગાને જખ્મી […]

Shri Khodiar Temple Rajpara Sihor Bhavnagar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં લોકગીત શૌર્ય ગીત

કસુંબીનો રંગ

લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ; ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ; સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં […]

Stamp Junagadh State Saurashtra
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

નવ કહેજો!

રણવગડા જેણે વીંધ્યા, વહાલી જેને વનવાટ; જે મરતાં લગ ઝંખેલો ઘનઘોર વિજન રઝળાટ : જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ – એ સુભટ કાજ કો’ નવ કહેજો ‘પ્રભુ દે એને વિશ્રામ !’ દમ દમ કર્મે મચી રહેતાં ઊછળે ઉરમાં ધબકાર; ભલી એ એની વિશ્રાંતિ, એ સુખ, જીવનઆધાર : એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે […]

Charan Kanya by Zaverchand Meghani
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શુરવીરો શૌર્ય ગીત

વીર જતીન્દ્રનાં સંભારણા

રણશીંગાં બજિયાં નહીં, નવ ગહેકી શરણાઈ, તલવારોની તાળીઓ સમરે નવ સંભળાઈ; સિંધુડા-સૂર શરણાઈના નવ સુણ્યા, હાક વાગી ન, તોખાર નવ હણહણ્યા, ઘાવ પર ઘાવ નવ ખડગના ખણખણ્યા, યુદ્ધ-ઉન્માદના નાદ નવ રણઝણ્યા. વિણ ઉન્માદે વીર તેં દીધો દેહ ધરી બિન્દુ બિન્દુ રક્તનાં રિપુને દીધ ગણી; બિન્દુ બિન્દુએ રક્ત દીધાં ગણી, ચૂકવી પલપલે દેહની કણીકણી, મૃત્યુને ગણ્યું […]

Ashok Shilalekh Junagadh
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

છેલ્લી પ્રાર્થના

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે! ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફેર દેજે! વધારે મૂલ લેવાં હોય તોયે માગી લેજે! અમારા આખરી સંગ્રામમાં સાથે જ રે’જે! પ્રભુજી! પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું; બતાવો […]

Khodiar Dam -Dhari
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

યજ્ઞ-ધૂપ

આઘેરી વનરાઈ ઇંધન ક્યાં ચેતાય ? કોને આંગણ યજ્ઞમાં આપણ તેડાં થાય ? યજ્ઞનો ધૂપ ધમ ધમ દિગન્તે ચડે, નોતરાં યુધ્ધનાં બારડોલી-ઘરે, દૂર બેઠેલ અમ પ્રાણ થનગન કરે, યજ્ઞનો ધૂપ આકાશભર ઊભરે, મીઠી સૌરભ ધૂપની દૂર સુદુર છવાય, લાખો હૈયા તુજ પરે હોમાવા હરખાય; લાખ હૈયાં ધબકતાં તુંને ભેટવા તોપ બંદૂક તલવાર પર લેટવા, આજ […]