Ganga Sati
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

ભીરુ

‘ધરા પર માહરે કોઈ શત્રુ નથી’ કાયરો એ અહંકાર ધરતા; મર્દ કર્તવ્ય સંગ્રામના જંગમાં લાખ શત્રુને રક્તે નિતરતા. તું રિપુહીન હોવાની શેખી મ કર ! બંધુ ! નિર્વીર્ય એ દર્પ ગાવે ; બ્હાદુરો સત્યને કાજ નિર્મમ બની, મિત્રની શત્રુતાયે વધાવે. દેશદ્રોહી તણી કમર પર ત્રાટકી, તેં નથી, મિત્ર, શું ઘાવ કીધા ? જૂઠડી જીભ પરથી […]

Water Fall at Jatashankar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

મોતનાં કંકુ-ઘોળણ

કંકુ ઘોળજો જી કે કેસર રોળજો ! પીઠી ચોળજો જી કે માથાં ઓળજો ! ઘોળજો કંકુ આજ યોદ્ધા રંગભીને અવસરે, રોપાય મંડપ મોતના ગુર્જરી કેરે ઘરપરે; મીંઢોળબંધા તજી માયા, સજી આયુધ નીસરે, હરખાવ પ્રિયજન, ગાવ ગુણીજન, દાવદુશ્મન થરથરે. જોદ્ધા જાગિયા જી કે કાયર ભાગિયા, ડંકા વાગિયા જી કે હાકા લાગયા; લાગિયા હોહોકાર રણલલકાર ઘરઘર બારણે, […]

Royal Cars of Gondal State
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં દુહા-છંદ શૌર્ય ગીત

તરુણોનું મનોરાજ્ય

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ; અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ: આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે વિશ્વભરના યુવાનોની આંખો અડે પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે, ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે; રોકણહારું કોણ છે ? કોનાં નેન રડે ? કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ ! યુદ્ધ ચડતાને […]

Kathiyawadi Khamir
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં શૌર્ય ગીત

ઝંખના

મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય : મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય. જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં ઝબકીને જાગી જવાય; આઘે આઘે આછા યુગનર કેરા પડછાયા પથરાય રે : મહાવીર દૂરે દરશાય. -મારી આભ લગી એનાં મસ્તક ઊંચા ને પગ અડતા પાતાળ; જુગજુગના જેણે કાળ વલોવ્યા ને ડોલાવી ડુંગરમાળ રે : ફોડી […]

ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

કાલ જાગે

જાગો જાત ક્ષુધાર્ત ! જાગો દુર્બલ અશક્ત ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે; ભેદો સહુ રૂઢિબંધ, આંખો ખોલો, રે અંધ! નૌતમ દુનિયાનો સ્વર્ણ-સૂર્યોદય લાગે. પૃથ્વીના જીર્ણ પાય આંસુડે સાફ થાય. રક્તે ધોવાય, જાલિમોનાં દળ ભાગે; જાગો, જુગના ગુલામ! દેખાયે દિવ્ય ધામ : ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે- દેવા દુષ્ટોને દંડ ઘોર કાલ જાગે. નવ […]

Shri Khodiar Temple Rajpara Sihor Bhavnagar
ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

કવિ તને કેમ ગમે

ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાનાં બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે ! લથડી લથડી ડગલાં ભરતી, લાખો નાર ગલીગલીએ ફરતી, સારી રાત ભૂખે મજૂરી કરતી : ‘મારાં બાળ પરોઢિયે […]