તેહવારો

શિક્ષક દિવસ

Guru Shishya

શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે અને તે બધાનુ કલ્યાણ ઈચ્છે છે. શિક્ષકની એ ધરા હોય છે, જે વિદ્યાર્થીને સાચુ-ખોટુ અને સારુ-ખરાબની ઓળખ કરાવવા માટે બાળકની અંદર રહેલી શક્તિઓને વિકસિત કરવાની આંતરિક શક્તિને વિકસિત કરે છે.

તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે.

એક એવી પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી, તેથી કહેવાય છે કે ‘ગુરૂ બ્રહ્મા , ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરા. ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ: શ્રી ગુરૂદેવ નમ:. ઘણા ઋષિ મુનિયોએ પોતાના ગુરૂઓની તપસ્યાને શિક્ષાને મેળવીને જીવનને સાર્થક બનાવ્યુ. એકલવ્યએ દ્રોણાચાર્યને પોતાના માનસ ગુરૂ બનાવીને તેમની મૂર્તિને પોતાની સામે મુકીને ઘનુર્રવિદ્યા શીખી. આ ઉદાહરણ દરેક શિષ્ય માટે પ્રેરણાદાયક છે.

ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણએ શિક્ષા મેળવવા માટે બાળપણમાં પોતાનુ ઘર છોડીને શિક્ષા મેળવી અને પોતાના જીવનને સાર્થક બનાવ્યુ. વિદ્યા જેવુ અમૂલ્ય ધન મેળવવા માટે આપણે હંમેશા એક સારા ગુરૂની શોધ કરતા આવ્યા છે. કારણ કે એક સારા શિક્ષક જ આપણા ભવિષ્યનુ નિર્માણ કરી શકે છે.


વિદ્યાર્થી પોતાના ગુરૂને જીવનના દરેક ક્ષણ પર યાદ કરે છે અને તેમની વિશેષતાઓને પોતાના વ્યક્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરે છે. સારા શિક્ષકથી શિક્ષા મેળવ્યા વગર આપણી અંદર સદ્દવિચાર આવવા મુશ્કેલ છે. આ શિક્ષા જ આપણા માનવ જીવનમાં સદવિચારોને જન્મ આપે છે. પ્રાચીન સમયમાં શિષ્ય ગુરૂકૂળમાં રહીને શિક્ષા મેળવતા અહ્તા. આજે આ શિક્ષા ગુરૂકુળમાંથી થઈને આલીશાન અને ભવ્ય ઈમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ.

આપણા શિક્ષકોએ પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે. વિદ્યા દદાતિ વિનયમ. અર્થાત વિદ્યા વિનયથી શોભે છે, જે જેટલો વિદ્વાન હશે તે એટલો જ નમ્ર પણ હશે. શિક્ષાનું સ્વરૂપ બદલાતુ જાય છે. પરંતુ પ્રતિસ્પર્ધાના યુગમાં માનવ પોતાની જવાબદારીઓને ભૂલતો જઈ રહ્યો છે.

શિક્ષાથી જ માનવ જીવનનુ કલ્યાણ થઈ શકે છે. શિક્ષા વગરનો માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે.

મારા વહાલા વાંચકગણને  શિક્ષક દિન ની ખુબ ખુબ શુભકામનાઓ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators