કલાકારો અને હસ્તીઓ

બાબુભાઇ રાણપુરાને ભાવભીની શ્રધાંજલિ

Tribute to Babubhai Ranpura, Face of Saurashtra Folk Singing
૪/૨/૧૯૪૩ – ૧૬-૭-૨૦૧૪

પેરીસના એફીલ ટાવર પર ગુંજેલા ઝાલાવાડના અવાજે અનંતની વાટ પકડી
આપણા મલકના માયાળુ અને દયાળુના અવસાનથી શોકનો માહોલ

બાબુભાઇ રાણપુરા એક એવુ વ્યકિતત્વ કે જેનો કોઇ આજ સુધી કયાસ કાઢી શકયુ નથી. જેઓ ને ભારત ભર માં નહિ પરંતુ વિદેશોમાં ખ્યાતિ ધરાવે છે.તેમની ઓળખ કેવા પ્રકારની આપવી તે પણ એક સવાલ છે.તેમને લોક સાહિત્યકાર કહેવા, કવિ કહેવા, ગાયક કહેવા, અભિનેતા કહેવા,કે પછી ફકિર કહેવા તેઓ જ્ઞાન ના તમામ પ્રદેશો ફળી વળયા છે. આવા વ્યકિત બાબુભાઇ રાણપુરા આજે આપણે યાદ કરીને તેમને ભાવભિની શ્રદ્ધાંજલિ આપીએ.

સુરેન્દ્રનગર: ઝાલાવાડના લોક સાહિ‌ત્યનું ઘરેણુ અને જેણે સમગ્ર વિશ્વમાં લોક સાહિ‌ત્યની હેલી જગાવી હતી તેવા પ્રસિધ્ધ લોક કલાકાર બાબુભાઇ રાણપુરાનો જન્મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૪૩ના રોજ મહેસાણા તાલુકાના ઝાકાસણા ગામે થયો હતો, બાબુભાઇ રાણપુરાના જન્મ થયાના બે વર્ષ માંજ તેમની માતા એ સંતોકબહેને સંસારી જીવનનો ત્યાગ કરયો અને દીક્ષા લઇ સાધ્વી બની ગયા. પરંતુ બાબુભાઇ રાણપુરા તો સાહિત્ય માટે જ બન્યા હતા. ધો. ૧૦ સુધીનો અભ્યાસ સાયલાની લાલજી મહારાજની જગ્યામાં લીધો હતો. ૯ વર્ષની ઉંમરે સૌ પ્રથમ વખત તેઓએ માંડલ ગામની ગણેશ નાટક મંડળીમાં જોડાઇ નાટક ભજવવાની શરૂઆત કરી હતી. જયારે વર્ષ ૧૯૯૮માં ગુજરાત સરકારે તેઓને ગૌરવ પુરસ્કારથી નવાજયા હતા. આ ઉપરાંત પૂ. મોરારી બાપુના હસ્તે તેઓએ પદ્મશ્રી દુલાભાયા કાગ એવોર્ડપણ મેળવ્યો હતો. જયાં પેરીસના એફીલ ટાવર પર ગુંજેલા બાબુભાઇ રાણપુરાના અવાજે અનંતની વાટ પકડતા શોકનો માહોલ છવાયો છે. ઝાલાવાડના અનેક લોક કલાકારોએ પોતાનું પ્રદાન આપીને લોક સાહિ‌ત્યને વિશ્વ ફલક પર પહોંચાડયુ છે.

ર્મીચ મસાલા, રીહાઇ, દેવલ દેવરો, સરદાર, લાલ લીલી ચુંદડી સહિ‌ત અનેક ગુજરાતી અને હિ‌ન્દી ફિલ્મોમાં તેઓએ ગીત લેખક, સંગીત, પાશ્ર્વગાયક, એકટીંગ, દીગ્દર્શકની સેવા આપી હતી. સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં બાબુભાઇ રાણપુરાની બેઠક હતી આથી તેઓ જીવતા હતા ત્યારે જ તંત્ર દ્વારા આ ચોકને બાબુભાઇ રાણપુરા ચોક નામ આપીને તેઓનું અદકેરૂ સન્માન કર્યું હતુ. સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા હરીપ્રકાશનગરમાં રહેતા લોક કલાકાર બાબુભાઇ રાણપુરાના નિધનથી લોક સાહિ‌ત્ય ક્ષેત્રે સમગ્ર ઝાલાવાડને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

બાબુભાઇ રાણપુરા ને માત્ર સોરાષ્ટ્રજ ઓળખતુ હતુ પરંતુ જયારે 1985 માં ફાન્સ ના પાટનગર પેરીસ માં ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયા કાર્યક્રમમાં તેમને એફીલ ટાવર પર થી ગુજરાતી લોક સાહિત્ય ને ગુજતુ કરયુ .અને ગુજરાતનુ નામ રોશન કરયુ બસ પછી તો રશિયા ,ઇગ્લેન્ડ જેવા અનેક દેશોમાંથી તેમને આમંત્રણ આવતા ગયા અને તેમને ગુજરાતી લોક સાહિત્ય ને વિશ્ર્વમાં ગુજતુ કરયુ..ગુજરાતી સાહિત્ય માં તેમની સીધ્ધી ને 1998 માં ગુજરાત સરકારે પણ સન્માનવી પડી અને તેમને ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.તો 20-3-2006 ના રોજ ભારત ના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ના હસ્તે સંગીત,નૃત્ય-નાટય અકાદમિ નો લોક સંગીત ક્ષત્ર નો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આવી અનેક સિધ્ધીઓ વચ્ચે પણ બાબુભાઇ રાણપુરા નો સ્વભાવ કે કામ માં કોઇજ ફેર ના પડયો તેઓ દયાળુ ના નામથી ઓળખાતા થયા. સુરેદ્રનગર ની પતરાવાળી હોટલે તેઓ ની બેઠક તેઓ ને મળવુ હોય તો તેઓ ત્યાંજ મળે..ગરીબ કે શ્રીમંત તમામ માટે તેઓ સમભાવ થી જોતા.

સુરેદ્રનગર માં 9-10-2008 માં એક ઐતિહાસીક ધટના બની શહેરની પતરાવાળી હોટલ જયાં બાબુભાઇ રાણપુરા ની બેઠક હતી ત્યાં સુરેદ્રનગર નગરપાલિકા દ્રારા બાબુભાઇ રાણપુરા ચોક નુ નામકરણ કરવામાં આવ્યુ અને આ પ્રસંગે મોરારી બાપુ એ હાજરી આપી.કદાચ જીવતા વ્યકિત નામ થી કોઇ સ્થળ નુ નામ કરણ થયુ હોય તેવા જુજ બનાવ હોય છે.ગુજરાતમાં ગમે ત્યાં લોક સાહિત્ય ની સભા કે કાર્યક્રમ હોય ત્યાં બાબુભાઇ રાણપુરા ની અચૂક હાજરી હોય અને આપણા મલક ના માયાળુ માનવી જેવા ગીતો બાબુભાઇ રાણપુરા ની ઓળખમાં વધારો કરયો. તેઓ કોઇ દિવસ લોક સાહિત્ય ને પૈસા થી તોલ્યુ નથી.તેમને જયાં પણ આમંત્રણ મળે ત્યાં તેઓ પહોચી જાય..ઘણા સમય થી તેઓ લોક સાહિત્ય ને ગુજરાત ના માહિતી વિભાગની સાથે રહિ ગામે ગામે લોક સાહિત્ય ને વેગ આપ્યો છે.

આજના આધુનિક યુગમાં લોક સાહિત્ય ને જીવતુ રાખનાર બાબુભાઇ રાણપુરા આજે આપણ વચ્ચે નથી રહયા પરંતુ તેમના શબ્દો માંજ જો કહીએ તો વ્યકિત જેમ કપડા બદલી ને નવા કપડ઼ા પહેરે છે તેમ બાબુભાઇ રાણપુરા પણ માત્ર કાયા જ બદલી છે. તેઓ તેમના સ્વહસ્તે લખાયેલ ગીતો, લોક વાર્તાઔ અને સાહિત્યમાં કોઇ પણ રૂપે આપણી વચ્ચે હમેશા રહેશે.

સૌજન્ય: વીટીવી