ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી

Zaverchand Meghani

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી -કાઠીયાવાડ નું સાચું ખમીર

ઝવેરચંદ મેઘાણીનો જન્મ સવંત ૧૮૯૬ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.

ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથીજ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં સવંત ૧૯૨૬માં માંડ્યા. સવંત ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે સવંત ૧૯૩૦માં ઝવેરચંદને જેલ થઈ હતી. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચનાં કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. સવંત ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. સવંત ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. સવંત ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.


૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમણે ચિરવિદાચ લીધી.

સ્પર્ધા
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ હો રાજ…………
દુનિયાનાં વીરોનાં લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ સાગરને પારે સ્વાધીનતાની ક્બરોમાં મહેક્યો કસુંબીનો રંગ હો રાજ……….

સ્વાધીનતા કાજે શૂરવીરતાં પ્રગટાવતાં એવા જાણિતા અને માનીતા એવા શ્રી ઝવેરચંદ મેઘાણી, તેમને બી.એ સુધી અભ્યાસ કર્યો હતો. (શામળદાસ કોલેજ ભાવનગર ૧૯૧૭) ૧૯૨૨ થી૧૯૩૫ સુધી “સૌરાષ્ટ્ર” સપ્તાહિકમાં તંત્રી તરીકે અને ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેમને “ફૂલછાબ”માં તંત્રી તરીકે કાર્ય કર્યુ.૧૯૨૯માં તેમને રણજિતરાવસુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો અને ગાંધીજીઅએ તેમને “રાષ્ટ્રીય શાયર” તરીકે નવાજ્યા હતા. મેઘાણીએ ચાર નાટકગ્રંથ,સાત નવલિકા સંગ્રહ,તેર નવલકથા,છ ઇતિહાસ,તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી.તેમને ૧૯૩૦માં સત્યાગ્રહ સંગ્રામમાં શૌર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ માટે તેમને બે વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. તેમને અદાલતમાં “છેલ્લી પ્રાર્થના”કાવ્ય ગાયું હતું.તેમને સાબરમતી જેલમાં “કોઇનો લાડકવાયો” લખ્યું હતું. ૧૯૩૧માં તેમને ગોળમેજી પરિષદમાં ગાંધીજીને સંબોધીને છેલ્લો ‘કટોરો’ કાવ્ય લખ્યું હતું.શાંતિનિકેતનમાં તેમને રવિન્ટ્રનાથ ટાગોર સાથે રહીને લોકસાહિત્યના વ્યાખ્યાન આપ્યા હતા.૧૯૪૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના સોલમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતાં.તેમની કવિતાઓમાં દેશપ્રેમ,વીરતા, રાષ્ટ્રભક્તિનું આલેખન થયું છે.તેમને લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલકથાઓનું તેમણે “માણસાઇના દીવા”માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે.મેઘણી તેમના લોકસાહિત્યમાં સૌરષ્ટ્રની ધિંગી તળપદી બોલીને તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. અંગ્રેજી લેખક મેરી લા કોસ્ટેની રચના “some body’s darling”નું અનુવાદ નહિ પણ તેનું રુપાંતર તેમને અદ્ભુત રીતે કરેલ છે.તે એક એવી વીરલ પ્રતિભા છે કે જે સુંદર અને વફાદાર ભાષાંતર કરી શક્યા છે.એનું એક માત્ર ઉ.દા.”કોઇનો લાડકવાયો” છે. તેમને ‘તુલસીક્યારો’,’યુગવંદના’,’કંકાવટી’,સોરઠી બહારવટિયા’,’સૌરાષ્ટ્રની રસધારા’ વગેરે જેવા પ્રકાશનો તેમને લખ્યા છે. “ખૂમારીથી ઝઝૂમતી હોય જેવી ગુર્જરીવાણી કસુંબીનો રંગનો એક જ કવિ છે માત્ર મેઘાણી” સુરેશ દલાલનાં આ શબ્દો મેઘાણીની મહાનતા પૂરવાર કરે છે. “વનરાવનનો રાજ ગરજે, સાવજ ગરજે” ચૌદ વર્ષની ચારણ કન્યા ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત કવિતા છે. રણજિતરાવ સુવર્ણચંટ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે “શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે.સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક,સમતુલા,શાસ્ત્રીયતા,વિશાલતા જન્માવે છે. તેઓ કોમવાદના કટ્ટર વિરોધી હતા અને તેમણે કોમવાદ મિટાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં. આમ મેઘાણીએ પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી લોકસાહિત્યની સાધના સંગ્રાહક તરીકે,સંશોધક તરીકે,સંપાદક તરીકે અખંડ અને અવિરતપણે કરીને ગુજરાત માટે ગૌરવ કમાવી આપ્યું છે.આ બધા જ કર્યોમાં તેમની ચીવટ,ચીકાસ,ઉત્સાહ,ઉધ્યમશીલતા,અભ્યાસશીલતા,રસદ્રષ્ટિ,સૌદર્યદ્રષ્ટિ જોવા મળે છે.તો ધરતીની સંસ્કૃતિના અનન્ય અને પરમ ઉપાસક તરીકે તે અનેક પેઢીઓ સુધી ગુજરાત તેમજ આખાય ભારતમાં અવિચળ સ્થાન પામી સ્થિર રહેશે.જગતના લોકસાહિત્યવિદોની નજર જ્યારે આ મહાન માનવી પર પડશે ત્યારે સોરઠી ભૂમિનો આ સપૂત હંમેશા અમર રહેશે. ૯મી માર્ચ ૧૯૪૭ના દિવસે ૫૦ વર્ષની ઉંમરે બોયદ મુકામે તેમની ચિર વિદાય થઇ હતી.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators