September 12, 2026

વટ રાખવો પડે

February 5, 2014  ·  1 મિનિટ વાંચન

painting-of-baharvatiya

વટ રાખવો પડે કોકદી વેરે, ભડ તો સામે પાગ ભરે,
પ્રાઠી ઘર ધખશાળી પંવગે, કાઠી ભાલે માગ કરે ,

પાવર જયારે આફ્ળી પરજુ, ઘોડે ફર બાંધીયા ઘેર ,
જામ કટક દડી જેમ જીત્યા , તેદી સોમલીયે પકડી શમશેર ,

કાઠીને પડે જઈ કસાલો , તેજકળા મખ ચડે તેદી,
હાર્યા તણો ઈરાદો હાડે , કાઠી વરણ ને ના હોઈ કદી ,

ભાયતણો કહે ભુપતિઓ, રાખો કુળની રીત રદે ,
કવિયા થકી જો પાંતરે કાઠી, તો વેળા પરમાણ વદે ,

કાળું કહે સાંભળો મેપત, જાયર આથ વાવરે જાન ,
પટાધર કુળ વીણ ના પાકે, ધરતી વીણ ના પાકે ધાન,

વરવે – બીયા શિખામણ વાળો, ફર બોલા ન ભૂપ ફરે,
ના કાઠી ની વાત કરતા, કાઠી હોય ત્યાં વગત કરે ,

-કાળુભાઈ બારોટ

સંબંધિત લેખ

સપાખરૂં – શૌર્ય ગીત વીર રામવાળાની પ્રશસ્તીનું

વીર રામવાળાની પ્રશસ્તીનું સપાખરૂં કાવ્ય સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ…