બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં,
બેની મેલ્યો છે સૈયરુનો સાથ,
મેલીને ચાલ્યા સાસરે.
બેની મેં તમને મિલનબેન વારિયા,
બેની ન રમજો માંડવા હેઠ,
ધુતારો ધૂતી ગયો.
એક આવ્યો’તો પરદેશી પોપટો,
એક લાવ્યો’તો ચુંદડીનો ચુથો,
ધુતારો ધૂતી ગયો.
બેની મેલ્યા ઢીંગલા મેલ્યા પોતિયાં,
બેની મેલ્યો છે સૈયરુનો સાથ,
મેલીને ચાલ્યા સાસરે.
બેની મેં તમને મિલનબેન વારિયા,
બેની ન રમજો માંડવા હેઠ,
ધુતારો ધૂતી ગયો.
એક આવ્યો’તો પરદેશી પોપટો,
એક લાવ્યો’તો ચુંદડીનો ચુથો,
ધુતારો ધૂતી ગયો.
બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બોલ્યાં બોલ્યાં મધરાતુનાં મોર..બપૈયા એ દિધા વરનાં વધામણાં રે લોલ.. વરરાજાનો શ્યામ રે ભીનો વાન.. વરરાજા ની માથે પીળી પીળી પાઘડી...
પીઠી પીઠી પીઠી ચોળો રે પીતરાણી રે હાથ પગ ચોળે રે વીરની ભાભી રે મુખડાં નીહાળે રે વીરની માતા રે પીઠી ચડશે રે જીયાવરને રે કાકા તેલ ચોળશે રે મારા વીરને કાચા તેલ...
વરરાજાને પોંખણ સીતાને તોરણ રામ પધાર્યાં લેજે પનોતી પહેલું પોંખણું પોંખતાને વરની ભમર ફરકી આંખલડી રતને જડી રવાઈએ વર પોંખો પનોતા રવાઈએ ગોરી સોહામણા સીતાને તોરણ...
શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?
તો નીચેની લીન્ક પર ક્લિક કરો