October 6, 2026

ભાદર ગાજે છે

December 29, 2016  ·  1 મિનિટ વાંચન

આવી આવી ભાદરવાની રેલ
કે ભાદર ગાજે છે

એમાં મનુ તણાતો જાય
કે ભાદર ગાજે છે

નાખો નાખો કનુભાઈ દોર
કે ભાદર ગાજે છે

તાણો તાણો તો તૂટી જાય
કે ભાદર ગાજે છે

આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે
એમાં મનુને રમવા મેલોને

એને નાકે ઓલી નથડી પહેરાવો રે
પછી મનુને રમવા મેલોને

એને ઘમઘમતો ઘાઘરો ઘાલો રે
પછી મનુને રમવા મેલોને

એને તગતગતું કાપડું ચડાવો રે
પછી મનુને રમવા મેલોને

આવ્યું આવ્યું ભવાયાનું તેડું રે
એમાં મનુને રમવા મેલોને

સંબંધિત લેખ

બે નાળિયેરી

સાંજી માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી…