September 12, 2026

ઓખા બંદર

September 16, 2014  ·  3 મિનિટ વાંચન

ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં આવતા ઓખા ના વિકાસ માં વેગ મળ્યો. ભારતને સ્વતંત્રતા મળતાં ઓખાનો મુંબઇ રાજયનાં અમરેલી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો. ૧૯૬૦ માં ગુજરાત રાજય અસ્તિવમાં આવતાં ઓખા નગર નો સમાવેશ ગુજરાત રાજયનાં જામનગર જીલ્લામાં કરવામાં આવ્યો.

૧૯૫૩ માં ઓખા ડિસ્ટ્રીક્ટ મ્યુનીસિપાલીટીની સ્થાપના થઇ અને ત્યાર પછી ગુજરાત પંચાયત અમલ માં આવતા ઓખા ગ્રામ પંચાયત ની રચના થઇ. મા. ગુજરાત સરકારશ્રી દ્વારા ઓખા જેવા પછાત તથા છેવાડાં નાં વિસ્તારનો વિકાસ થાય તે માટે ઓખા ગ્રામ પંચાયત, આરંભડા ગ્રામ પંચાયત અને સૂરજકરાડી ગ્રામ પંચાયત નો એક સાથે સમાવેશ કરી તારીખ : ૧૪/૨/૨૦૦૬ ના શુભ દિવસે ઓખા નગરપાલીકા ની સ્થાપના કરી અને ત્યાર બાદ તારીખ : ૧/૧/૨૦૧૦ ના રોજ પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકા ના સર્વાગી વિકાસ ના અર્થે ઓખા નગરપાલીકા માં સમાવેશ કરવામાં આવ્યો.

ભૌગોલીક મહત્વ તથા ઔધોગીક મહત્વ :
ઓખા એ બારમાસી કુદરતી બંદર છે અને તેનો વેપાર અરબ દેશો, આફ્રિકા ના દેશો તથા યુરોપીયન દેશો સાથે રહેતો હતો. સમયાંતરે ઓખા પોર્ટ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં હસ્તક લેવામાં આવ્યુ. ઓખાનાં ત્રણે બાજુ અરબી સમુદ્ર ધેરાયેલ છે. ઓખા પશ્વિમ ક્ષેત્રનું સૌથી છેલ્લુ તેમજ દરીયાઇ કિનારે આવેલું છેલ્લુ મથક હોવાથી દરીયાઇ સુરક્ષા માટે ભારતીય નૌ સેના મથક, ભારતીયા કોસ્ટગાર્ડ મથક તથા મરીન પોલીસ સ્ટેશન આવેલ છે.

સંબંધિત લેખ