October 6, 2026

પીઠી ચોળોને પંચકલ્યાણી

September 15, 2014  ·  1 મિનિટ વાંચન

પીઠી

પીઠી ચોળોને પંચ કલ્યાણી
પીઠી કિયા રે મુલકથી આણી

પીઠી સુરત શહેરથી આણી
પીઠી વડોદરામાં વખણાણી

પીઠી મુંબઈમાં રે ગવાણી
પીઠી પાવલાની પાશેર પીઠી અડધાની

અચ્છેર પીઠી પોણાની પોણો શેર
પીઠી રૂપૈયાની શેર
પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે
પીઠી જીગરભાઈને અંગે ચોળાય રે

પીઠી મામા ને મામી રે લાવે
પીઠી જીગરભાઈ હોંશે ચોળાવે
પીઠી જોવાને સહુ રે આવે

 

સંબંધિત લેખ

બે નાળિયેરી

સાંજી માંગરોળ ગામને ગોંદરે બે નાળિયેરી ત્યાં રૂડી બજાર ભરાય બે નાળિયેરી શેઠ છગનભાઈ સેલાં સાટવે બે નાળિયેરી…