September 12, 2026

રમેશભાઈ ઓઝા

August 14, 2014  ·  1 મિનિટ વાંચન

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેન જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે.

તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા સંધાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે ૭ કરોડ રૂપિયાના અનુદાનો અને ગુજરાત સરકાર તરફથી પ્રતિક ભાવે અપાયેલ ૮૫ એકર જમીનમાં સ્થાપેલ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે

સંબંધિત લેખ