September 14, 2026

સખી કેરું નામ

July 10, 2021  ·  1 મિનિટ વાંચન

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર,
કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર..

છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ,
ક્યારેક પ્રિયતમનું લખાવતી સુંદર નામ..

કોઈ લખાવે ૐ, તો કોઈ સીતા રામ,
કોઈ લખાવે શ્યામ, તો કોઈ રાધા નામ..

કોઈ જોવા મળે તરણેતરના મેળે,
કોઈ જોવા મળે આરાસુરના મેળે..

ઘૂંઘટમાં ઝીણું મલકાતી છૂંદણાં કેરી નાર,
હૈયે હરખ ના મા’તો છૂંદણાં કેરો જોઈ હાર..

– દિનેશ કવિરાજ (ડીસા)…

આ પણ વાંચો
છુંદણા ત્રોફાવવાની પરંપરા અને છુંદણાનો ઇતિહાસ

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સાવજ ના દુહા

ગીર કેહર ના વટ સાચા ને શીયાળ ભેળીયા શુ સમજે.સિંહ જટાળો એ જ સમજવો હોય ઉદારી મસ્તી મા….…