September 16, 2026

ગોકુળ આવો ગિરધારી

July 24, 2014  ·  2 મિનિટ વાંચન

ચોમાસાનો ચારણી છંદ

અષાઢ ઉચ્ચારમ, મેઘ મલ્હારમ બની બહારમ, જલધારમ
દાદુર ડક્કારમ, મયુર પુકારમ તડિતા તારમ, વિસ્તારમ
ના લહી સંભારમ, પ્યારો અપારમ નંદકુમારમ નિરખ્યારી
કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી

શ્રાવણ જલ બરસે, સુંદર સરસેં બાદલ ભરસે,
અંબરસેં તરુવર વિરિવરસે, લતા લહરસે નદિયાં પરસે,
સાગરસેં દંપતી દુઃખ દરસે, સેજ સમરસેં લગત જહરસેં,
દુઃખકારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી

ભાદ્રવટ ભરિયા, ગિરિવર હરિયા પ્રેમ પ્રસરિયા,
તન તરિયા મથુરામેં ગરિયા, ફેરન ફરિયા કુબજા વરિયા,
વસ કરિયાં વ્રજરાજ વિસરિયા, કાજન સરિયા મન નહિ ઠરિયા,
હું હારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી

આસો મહિનારી, આસ વધારી દન દશરારી,
દરશારી નવનિધિ નિહારી, ચઢી અટારી વાટ સંભારી,
મથુરારી ભ્રખુભાન દુલારી, કહત પુકારી તમે થીયારી
તકરારી કહે રાધે પ્યારી, હું બલિહારી ગોકુળ આવો ગિરધારી

સંબંધિત લેખ