September 15, 2026

મેદાનમાં જેણે મોરચો માંડ્યો

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને
પકડ્યો વચનનો વિશ્વાસ રે,
ચૌદ લોકમાં કોઈથી બીએ નહીં
થઈ બેઠાં સદગુરુના દાસ રે … મેદાનમાં

સાન સદગુરુની જે નર સમજ્યો,
તે અટકે નહીં માયા માંહ્ય રે,
રંગરૂપમાં લપટાય નહીં
જેને મળી ગઈ વચનની છાંય રે … મેદાનમાં

રહેણીકરણી એની અચળ કહીએ
એ તો ડગે નહીંય જરાય રે,
વચન સમજવામાં સદાય પરિપુર્ણ
તેને કાળ કદી નવ ખાય રે … મેદાનમાં

સોઈ વચન સદગુરુજીના ઘરના,
ગમ વિના ગોથાં ખાય રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ,
વચન ન સમજ્યા નરકે જાય રે … મેદાનમાં

– ગંગા સતી

સંબંધિત લેખ