September 12, 2026

ભાગું તો મારી ભોમકા લાજે

July 11, 2014  ·  1 મિનિટ વાંચન

http://youtu.be/gKhM2amnXMM
Chelaiya nu Halardu
-ચેલૈયાનું હાલરડું

ભાગું તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર,
હે મેરુ સરીખા ડોલવા લાગે એને આકાશનો આધાર,

મેરામણ માઝા ન મુકે ચેલૈયો સતનો ચુકે.
મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા, દીધા કર્ણે દાન,
શિબી રાજાએ જાંઘને કાપી, ત્યારે મળ્યા ભગવાન.
– મેરામણ

દધીચી ઋષિને દેવતા યાચે, વાંસાનું કરવા વજર,
હે કુહાડે જેના અંગડા કાપ્યા, ત્યારે મળ્યા ભગવાન.
– મેરામણ

શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મેમાન,
હે અવસર આવ્યે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન.
– મેરામણ

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…