September 14, 2026

હાં…હાં હાલાં -હાલરડું

March 31, 2022  ·  1 મિનિટ વાંચન

હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુવા ;

ફુવાના શા છે ફોક,
લાડવા લાવશે ગામનાં લોક ;

લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર ;

ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર ;

પોરનાં ટાણાં વયાં જાય –
ત્યાં તો ભાઇ રે મોટો થાય !…

ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં,
ઘોડાંની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે ;

ઘોડાં ખાશે રે ગોળ,
ભાઇને ઘેર હાથીની રે જોડ !…

ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંસે ભૂલી ફરું ;

ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડમાં જઇ પેઠો ;

ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો !…

–સં. ઝવેરચંદ મેઘાણી.

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…