September 13, 2026

ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે

October 18, 2014  ·  1 મિનિટ વાંચન

શૌર્યગીત
ગઢ ફરતે ઘોર ઘમસાણ ગાજે
ચડી ફૌજુ આજ વતનને કાજે,

ગગડે નોબતુંને નગારા વાગે,
ચીખતી શરણાયું સિંધુડા રાગે ,

બુંગીયા ઢોલ જોને ધ્રુસકે વાગે,
સુતેલા વિરલા હાક દેતા જાગે

બુમરાણ મચાવે ચાનક ચડાવે
રણભેરી રણશિંગા તાન ચડાવે

ઢાલ તલવારું હાથ ભાલા ફેરાવે
દુશ્મન કેરા ધડ થી માથા ખેરાવે

ઝમ્મ ઝમ્મ ઝબકે તીખી તલવારે ,
વીર નહાતા ધધકતી લોહીની ધારે

ધડ પડતા, વીર લડતા રણ સંગ્રામે
કદીના ડરતા બાથ ભરતા મૌત સામે,

ધમધમ ધરણી ધ્રુજાવે હૈયે ફાળ પડાવે,
ભીરુ દુશ્મન ડરાવે પગલા પાછા ભરાવે,

થરથર કાંપતા,ક્રૂર કાળજા હિબકતા હાંફતા,
કાં મરતા કાં મારતાં,મલક મૌતથી બચાવતા,

કૈક વિરલા શહીદી પામતા,પાળિયા એના પૂજાતા..

સંબંધિત લેખ

પાળિયા ના પ્રકાર

પાળિયા, પાળિયો અથવા ખાંભી ભારતના પશ્ચિમ ભાગમાં અને ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને કચ્છ વિસ્તારોમાં ઠેર ઠેર…