September 16, 2026

હાલો ને આપણા મલકમાં

September 18, 2014  ·  1 મિનિટ વાંચન

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
હાલો ને આપણા મલકમાં….કે હાલો….

સંબંધિત લેખ