September 15, 2026

પ્રેમ કટારી -ભજન

January 30, 2014  ·  1 મિનિટ વાંચન

Folk Music Instrumentપ્રેમ કટારી આરંપાર‚ નીકસી મેરે નાથકી‚
ઓર કી હોય તો ઓખદ કીજે‚ હે હરિ કે હાથકી… પ્રેમ કટારી આરંપાર…

ચોધારીનો ઘાવ ન સૂઝે જોજો ઈ કોણ જાતકી !
આંખ વીંચી ઉઘાડી જોયું‚ વાર ન લાગી વાતકી… પ્રેમ કટારી આરંપાર…

સઈ ! મેં જોયું શામળા સામું‚ નિરખી કળા નાથકી‚
વ્રેહ ને બાણે‚ પ્રીતે વીંધ્યા‚ ઘાવેડી બહુ ઘાતકી… પ્રેમ કટારી આરંપાર…

ઓખદ બુટી પ્રેમની સોઈ‚ જો પીવે કોઈ પાતકી‚
રાત દિવસ ઈ રંગમાં ખેલે‚ એવી રમતું હે રઘુનાથકી… પ્રેમ કટારી આરંપાર…

દાસી જીવણ ભીમ પ્રતાપે‚ મટી ગઈ કુળ ભાતકી,
ચિતડાં હેર્યાં શામળે વાલે‚ ધરણીધરે ધાતકી… પ્રેમ કટારી આરંપાર…

-દાસી જીવણ

સંબંધિત લેખ