September 13, 2026

રંગીલા રાજકોટ નું રંગીલું ગીત

January 17, 2014  ·  2 મિનિટ વાંચન

રાજકોટ રંગીલું શહેર છે, જેની ઉપર માલિકની મ્હેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

લોક રૂડાં ને દિલના દિલેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે
રોડોમાં રોડ એક ધર્મેન્દ્ર રોડ છે
હેમા માલિની નથી એટલી જ ખોડ છે
અહીં પેંડાવાળાને લીલાલહેર છે
રાજકોટ રંગીલું શહેર છે

હે સાંગણવા ચોક આ શહેર તણી જાન છે
ડગલે ને પગલે ત્યાં પાનની દુકાન છે
અહીં મોટર ને માનવીને વેર છે
રાજકોટ રંગીલું શહેર છે

નામ જુઓ રેસકોર્સ મળે નહિ ઘોડલાં
હાથોમાં હાથ નાખી ફરે અહીં જોડલાં
પણ ઘોડલાં ને જોડલાંમાં ફેર છે
રાજકોટ રંગીલું શહેર છે

રે હે આજીના ડેમ ઉપર પ્રેમીઓનો ખેલ છે
સૌ જાણે કુંવારા પણ ભાઈ પરણેલ છે
એક રસ્તા ઉપર ને બીજી ઘેર છે
રાજકોટ રંગીલું શહેર છે

સોની બજારમાં નવા નવા ઘાટ છે
કારિગરી અહીંની ભારતમાં વિખ્યાત છે
જેનાં થાતાં વખાણ ઠેર ઠેર છે
રાજકોટ રંગીલું શહેર છે

આલ્ફ્રેડ હાઈસ્કૂલ એક મોટો ઈતિહાસ છે
ગાંધીબાપુએ કર્યો અહીં અભ્યાસ છે
એવો ઉમદા આ ગામનો ઉછેર છે
રાજકોટ રંગીલું શહેર છે
રાજકોટ રંગીલું શહેર છે

લોક રૂડાં ને દિલના દિલેર છે
રાજકોટ રંગીલું શહેર છે,
જેની ઉપર માલિકની મ્હેર છે
હે રાજકોટ રંગીલું શહેર છે

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…