September 12, 2026

રુદ્રમાતા ડેમ -કચ્છ

August 17, 2020  ·  2 મિનિટ વાંચન

ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. આઝાદી પહેલાં અહીં થી સિંધ (હાલે પાકિસ્તાન) જવાનો પગપાળા જવાનો રસ્તો હતો… મુસાફરો તેમની પોઠો સાથે આ ધર્મશાળા માં વિરામ કરતાં. રાતવાસો અહીં કરી સવારે સિંધ તરફ પ્રયાણ કરતાં. તેવી રીતે સિંધ તરફ થી આવતા વટેમાર્ગુઓ (મુસાફરો) આજ પ્રમાણે અહીં રોકાણ કરતાં. આ એજ રણ રસ્તો છે જયાં દાદા મેકરણ આગળ જતાં રણમાં તેમના લાલીયા-મોતીયા સાથે મળતા અને ભૂલા પડેલા વટેમાર્ગુઓ ને સાચો રસ્તો બતાવી ખોરાક-પાણી પ્રેમ થી આપી વિદાય કરતાં.

આ ધર્મશાળા આમ તો રુદ્રમાતા ડેમ નાં પાણી ની અંદર ડુબેલી હોય છે. પણ ઉનાળામાં પાણી ઓછું થઈ જતા બહાર દેખાય છે.
આપણા વડિલો એ આજ રસ્તે કચ્છ થી સિંધ અને સિંધ થી કચ્છ ની સફર ખેડેલી છે…

માત્ર યુવાપેઢીને જાણકારી માટે થોડી વિગતો મૂકેલી છે…
જે કચ્છ નાં ઈતિહાસ થી થોડી વાકેફ થાય

જય જીનામ

સંબંધિત લેખ

ચિત્ર વિચિત્રનો મેળો

સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો મેળો એટલે ખેડબ્રહ્માથી ૫૦ કિમી દુર ગુણભાખરી ગામે ભરાતો ચિત્રવિચિત્રનો મેળો. ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક સંતાકુકડી…