જાણવા જેવું તેહવારો

ચિત્ર વિચિત્રનો મેળો

સાબરકાંઠામાં આદિવાસીઓનો અનોખો મેળો એટલે ખેડબ્રહ્માથી ૫૦ કિમી દુર ગુણભાખરી ગામે ભરાતો ચિત્રવિચિત્રનો મેળો. ગુજરાત-રાજસ્થાનની સરહદ નજીક સંતાકુકડી રમતી અરવલ્લીની હારમાળા વચ્ચે સાબરમતીના ત્રિવેણી સંગમ પર નિર્જન છતાં રમણીય સ્થળે બિરાજતા શ્રી ચિત્ર વિચિત્ર મહાદેવના સાન્નિધ્યમાં હોળી પછી પંદર દિવસ એટલે કે ફાગણ અમાવસના દિવસે ભરાય છે. આદિવાસી તરુણીઓના તરખાટથી ધરતી ધણધણી ઉઠે છે. અહીં ગુજરાત, રાજસ્થાનના આદિવાસીઓ મેળો મહાલવા ઉમટી પડે છે. દૂર દૂર ડુંગરીની ટેકરીઓમાંથી રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી તરૃણ, તરૃણીઓ ઉભરાવવા માંડે છે. કોઈના માથે સાફા, મરોડદાર કેશકલાપમાં પરોવેલો એકાદ કાંગો (કાંસકો) અને પીનોનો સેટ બનાવટી ફૂલ મનને ચકરાવે ચડાવે તેવી ભાતીગળ ઓઢણી અને આભૂષણોનો ઠાઠ જાણે ધરતી પર દેવકન્યાઓ ઉતરી પડે તેવી ભીલ કન્યાઓ ઢબુક ઢબુક ઢોલના તાલે નાચતા નદીનાળા પાર કરતા મેળો મહાલવા ઉમટી પડે છે.

Chitr Vichitr Aadivasi Fairઆંખમાં ઉલાળાથી કામણ કરતો યુવક પોતાના મનની માનીતીને શોધવાનો પ્રયત્ન કરે છે તો કોઈ યુવતી મનના માણીગરને હૈયામાં ધરબવા બાવળી બને છે. ત્યાં કોઈ છેલને નખરાળી ગમી ગઈ તો ગમતા છોકરાકે છોકરી પાસે પહોંચી જાય. ચવાણું કે પાન કે ચગડોળ જો સાથ આપે તો અહીંથી તેમની મુલાકાત ચાલુ થાય. છૂટા પડતાં ફુદડીનો સુંદર રૃમાલ એકબીજાને ભેટ આપતા જાય. અવાર નવારની મુલાકાત અને પ્રેમની પરાકાષ્ઠા પછી વાલીઓ સંમત થાય તો ઠીક છે, નહીં તો છોકરી ભગાડી પોતાના કોઈ સગાને ત્યાં સંતાડી દે ત્યાં કુવા ઉપરથી પાણીનું બેડું ભરીને લાવે તો તેની સંમતિ છે તેમ માની લેવામાં આવે છે. ઘી વિનાનું ઘઉંના લોટ અને ગોળમાંથી બનાવેલું ચુરમું વહેંચે છે. આ વિધિ સવારના થાય છે. બપોરના બાર વાગ્યા પછી નદીના સામે કાંઠે આવેલા ઘટાદાર વૃક્ષો નીચે જુદા જુદા બાર ગામના લોકો ભેગા થાય છે. ભેગા થવા માટે દરેક ગામનું એક ચોક્કસ વૃક્ષ હોય છે ત્યાં ઢોલ વગાડતા યુવકો સાથે જવારા રાખી ભીલ કન્યાઓ નાચનો સથવારો આપે છે. જ્યારે ગામના લોકો પોતપોતાના વૃક્ષો નીચે આવી ગયાની જાણ તેમના આગેવાન ભેગા થવાથી પડે છે. ચિત્ર વિચિત્ર મેળાના સ્થાન અંગે એક દંતકથા છે. તે મુજબ હસ્તીનાપુરના રાજા શાન્તુના બે કુંવરો ચિત્ર અને વિચિત્ર વિર્ય તેમની માતા પર અપવિત્ર આચરણનો આક્ષેપ કરેલો પણ જ્યારે તેમને પોતાની ભુલ સમજાઈ ત્યારે પ્રાયશ્ચિત કરવાનો નિર્ધાર કર્યો. બંને કુંવરો પવિત્ર મનાતા પારસ પીપળાના ઝાડના થડના પોલાણમાં પેઠા અને આગ સળગાવી હોમાઈ ગયા. આમ પાપમાંથી મુક્તિ મેળવી જ્યાં બળી મર્યા તે આજ ત્રિવેણી સંગમ જ્યાં હાલ પારસ પીપળીની જગ્યાએ એક મુકસાક્ષી મુર્તિ ડેરી ઊભી છે. અહીં એક શીવલીંગનું મંદિર છે. આ મહાદેવને અહીંની પ્રજા ચિત્ર-વિચિત્રના મહાદેવના નામથી ઓળખે છે. તેમની મનોકામનાની સિધ્ધિઓ માટે આ દેવનો તેમજ અડગ વિશ્વાસ છે જ્યાં પ્રેમનો પાવો બાજી ઊઠે છે. એવા સાબરકાંઠાના ખેડબ્રહ્મા પોશીના તાલુકાના આદિવાસીઓનો આ મેળો છે. ચિત્ર વિચિત્ર અનેરો મેળો જે માણવો તે પણ એક લહાવો છે.

અન્ય મેળાઓ થી ભિન્ન એવા ચિત્ર-વિચિત્ર મેળામાં બીજી એક આશ્ચર્યની વાત એ છે કે અહીંના આદિવાસીઓ ઢોલ વાગતાંની સાથે જ અચાનક એમની ટેકરીઓ પર આવેલા ઝુંપડાઓમાં થી વિશાળ સંખ્યામાં બહાર આવી જાય છે અને મેળો પૂરો થતા જ અચાનક આખો માનવ સમુદાય ગિરિમાળાઓમાં ક્યાંક સમાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. આદિવાસી સંસ્કૃતિ ને નજીક થી જાણવા અને માણવા માટે આ મેળાની મુલાકાત લેવા જેવી છે.

ચિત્ર-વિચિત્ર મેળાની દંત કથા

મેળાની દંતકથા મુજબ કહેવાય છે કે આશરે ૬૦૦૦ વર્ષ પેહલા હસ્તિનાપુરમાં શાંતનુ નામનો રાજા રાજ કરતો હતો તેને ગંગાજી અને મત્સ્યગંધા નામની બે રાણીઓ હતી, ગંગાજી ને ગંગેવજી નામનો પુત્ર હતો જે ભીષ્મપિતા ના નામે ઓળખાય છે, જયારે મત્સ્યગંધા ને ચિત્રવીર્ય અને વિચિત્રવિર્ય નામના બે પુત્રો હતા, શાંતનુ રાજા ચિત્રવીર્યની હસ્તિનાપુરમાં રાજ્યાભિષેક કરવા સમાન્તરે દેવલોક પામ્યા, ત્યાર પછી બંને કુંવરોના કાશી માં કાશી રાજાને ત્યાં લગ્ન થયા, માતા સત્યવતી બંને પુત્રો ની વહુઓ સાથે આનંદ થી રહેવા લાગ્યા.


ગંગેવજી ના સદ્ગુણો જોઈ ને બધા તેના પર ખુશ થાય છે. ગંગેવજી ઓરમાન માતાની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સેવા કરતા હતા તેથી ચિત્રવીર્ય અને વિચિત્રવિર્યએ બંને ભાઈઓ ના મનમાં શંકા પેદા થઇ કે મોટા ગંગેવજી શા માટે આપણી માતા ના ભવન માં જાય છે?
તે જોવા બંને ભાઈઓ ત્યાં ઉભા રહે છે આ દ્રશ્ય જોઈ માતા સત્યવતી સમજી જાય છે કે માતા પોતાના સાગા દીકરાઓ મનમાં શંકા રાખે છે જયારે ઓરમાન પુત્ર ગંગેવજી મારી સેવા કરે છે, સુશ્રુષા કરી થાકેલા ગંગેવજી માતાની રાજાથી પોતાને નિવાસસ્થાને જઇ સુઈ જાય છે. આ બનાવથી ચિત્રવીર્ય અને વિચિત્રવિર્યની આંખમાં આંસુ ભરાઈ આવે છે, એ બંને વિચારે છે કે ગંગેવજી આપણી માતાનો સાગો પુત્ર ના હોવા છતાં કેવી સેવા કરી રહ્યો છે…. તેવા સદ્ગુણી પુત્ર પર શંકા કરી છે તે દુઃખ ના નિવારણ માટે ચિત્રવીર્ય અને વિચિત્રવિર્ય પોતાના ઓરમાન ભાઈ ગંગેવજી પાસે જાય છે. ત્યારે ગંગેવજી આ દુઃખ ના નિવારણ માટે માર્ગદર્શન આપે છે કે ઉદ્ધાર અને શ્રાદ્ધોઘાટ માટે કુંવારીકા જમીન કે જ્યાં ત્રિવેણી સંગમ થતો હોય ત્યાં જઇ પારસ પીપળા પુરાવી ને ગાયો ના ગોબરથી નાહીને પોતાના દેહની જીવતા દહનક્રિયા કરે તો પાપ નું નિવારણ થાય.

ચિત્રવીર્ય અને વિચિત્રવિર્ય બંને ભાઈઓ રથ લઇ ને આવા સ્થળની શોધમાં નીકળી પડે છે, અને ગુજરાતમાં હાલ સાબરકાંઠા જિલ્લામાં આવેલા ગુણભાંખરી ગામ નજીક આવે છે, ત્યાં બ્રામ્હણો તથા વિધ્નો ને બોલાવી સદાશિવ ની પ્રતિમા કરાવી, મહારુદ્ર કરાવી ભગવાન શંકરની સ્તુતિ કરી અગ્નિ માં પ્રવેશ કર્યો હતો. અગ્નિ માં પ્રવેશ કરતા પહેલા આ બંને કુમારો ને જે લોકો એ મદદ કરી હતી તેમને યોગ્ય માંગણી માટે બોલાવ્યા.

માતરવાડા ગામના બે આદિવાસીઓએ પોતાના ગામમાં હિમ ના પડે તેવું વરદાન માગેલું તથા વીંછી ગામના આદિવાસીઓએ પાણીની માંગણી કરેલી જેથી આ માતરવાડા ગામ માં હિમ નથી પડતું અને વીંછી ગામના કુવાઓમાં પાણી નથી ખૂંટતું.

 

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators