September 12, 2026

ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?

January 24, 2014  ·  1 મિનિટ વાંચન

Gujaratકૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;
પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.

અશોકધર્મલિપિથી ઉર પાવન;
જિનવર-શિષ્યોની મનભાવન.

સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?

નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર સરદારે,
મૃદુલ હૃદય તું, તોયે નિર્ભય સિંહડણક ઉદગારે.

મસ્જિદ મંદિર વાવ તોરણે
લચે રમ્યતા તવ વને-રણે.

બિરુદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત?
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?

-ઉમાશંકર જોશી

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…