September 15, 2026

પાપમોચિની એકાદશી

March 15, 2026  ·  3 મિનિટ વાંચન

પાપમોચિની એકાદશી : સર્વ પાપોનો નાશ કરનાર પવિત્ર વ્રત

વિક્રમ સંવત મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચિની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આ એકાદશીનો મહિમા રાજા યુધિષ્ઠિરને જણાવ્યું હતો. આ કથાનું વૃતાંત રાજા માંધાતા અને મહર્ષિ લોમેશના સંવાદરૂપે પુરાણોમાં વર્ણવાયું છે.

કથાનું સારાંશ:

એક વખત ચક્રવર્તી રાજા માંધાતાએ મહર્ષિ લોમેશને પુછ્યું કે,

“હે ભગવાન, ફાગણ કૃષ્ણ પક્ષમાં આવનારી એકાદશીનું નામ શું છે? તેનું વ્રત કેવી રીતે કરાય અને તેનાથી શું ફળ મળે છે?”

લોમેશ મુનિએ ઉત્તર આપ્યો:

“હે રાજન, એ એકાદશીનું નામ છે પાપમોચિની એકાદશી, જે તમામ પાપોને નાશ કરે છે.”

તેમણે આગળ એક પ્રસંગ કહ્યું જે ચૈત્રરથ વનમાં બન્યો હતો. તે વનમાં મહર્ષિ મેઘાવી બ્રહ્મચર્ય પાળતા હતા. દેવલોકની મંજુઘોષા નામની અપ્સરાને મેઘાવીને મોહિત કરવાનો આદેશ મળ્યો. તેણે વીણા વગાડી સુંદર સંગીતથી મહર્ષિને મોહિત કર્યા. મહર્ષિ મેઘાવી તેમના જાળમાં ફસાઈ ગયા અને ઘણાં વર્ષો સુધી વ્યભિચારમાં ફસાયેલા રહ્યા.

જ્યારે મંજુઘોષાએ વિદાય માંગી, ત્યારે મહર્ષિને ખબર પડી કે ૫૭ વર્ષ વીતી ગયા છે. તેઓ અતિ દુઃખી થયા અને અપ્સરાને શ્રાપ આપ્યો કે તે પિશાચી બની જાય. મંજુઘોષાએ ક્ષમા માગી અને મુનિએ કહેલું:

“ફાગણ કૃષ્ણ એકાદશીનું પાપમોચિની વ્રત તને શ્રાપમુક્ત કરશે.”

મહર્ષિ મેઘાવી પણ પોતાના પિતાશ્રી ચ્યવન મુનિ પાસે ગયાં અને પ્રાયશ્ચિત પુછ્યું. પિતાએ પણ એજ ઉપાય બતાવ્યો – પાપમોચિની એકાદશીનું વ્રત. બંનેએ તે વ્રત કર્યું અને પાપથી મુક્ત થયા. મંજુઘોષા પણ પુનઃ દિવ્ય સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં પરત ગઈ.

વ્રતનો મહિમા:

શ્રીકૃષ્ણ કહે છે:

“પાપમોચિની એકાદશીનું વ્રત કરનારના તમામ પાપો આપમેળે નાશ પામે છે. આ કથાનું પઠન અને શ્રવણ પણ વિશેષ પુણ્યદાયી છે.”

પાપમોચિની એકાદશીનો સારાંશ:

તહેવારનું નામ પાપમોચિની એકાદશી
મહિનો ફાગણ (કૃષ્ણ પક્ષ)
વિશેષતા પાપ નાશક, શ્રાપમુક્તિદાયી
કથા વિષય મંજુઘોષા અપ્સરા અને મેઘાવી મુનિ
મુખ્ય લાભ સર્વ પાપોથી મુક્તિ, આધ્યાત્મિક શાંતિ
દેવતા શ્રીહરિ (વિષ્ણુ)

સંબંધિત લેખ

અપરા એકાદશી

હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે…

અખાત્રીજ

અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય “અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય. એટલે કે – જે કદી…