September 14, 2026

ભીમ અગિયારશ, નિર્જળા એકાદશી

June 25, 2026  ·  6 મિનિટ વાંચન

હિંદુ વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જળા એકાદશી ઉજવવામાં આવે છે. આ એકાદશી એ હિંદુ ધર્મમાં અતિ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે માત્ર એક દિવસનું આ વ્રત રાખવાથી સમગ્ર વર્ષની ચોવીસ એકાદશી વ્રતો જેટલું પુણ્ય ફળ મળે છે. તેથી આ એકાદશીનું વિશેષ મહત્વ છે અને તેનું બીજું નામ ભીમ અગિયારસ પણ છે.

ભીમ અગિયારસ: નિર્જળા એકાદશીનું મહાત્મ્ય અને ભક્તિ પ્રસંગ:

ભીમસેન અને નિર્જળા એકાદશી:

આ પ્રસંગ પાછળ એક રસપ્રદ અને ભક્તિભર્યું કથા છે. કુંતિ માતાજી પોતાના પાંચે પુત્રો પાસે એકાદશીનું વ્રત કરાવતા હતાં, જેમાં જળ પણ પીવામાં આવતું નહોતું — એટલે કે નિર્જળા વ્રત. પણ ભીમસેન એવા ભોખમરા અને ખોરાકપ્રેમી હતા કે તેઓ ઉપવાસ કરી શકતા નહોતા. છતાં માતા કુંતિએ તેમની પાસે આગ્રહ કર્યો કે આજે તો અગિયારસ છે, તું યમુનાજીમાં સ્નાન કરી આવ. ભીમ કહે કે પહેલા ખીચડી ખાઈ લઈશ પછી જઈશ. તેમ કહીને ભીમસેન યમુનાજી તરફ જવા નીકળી પડ્યા.

જમવાની ધૂનમાં ભીમ રસ્તો ભૂલી ગયો અને યમુનાજી ના બદલે એક નાની તલાવડી નજીક પહોંચ્યો. ત્યાં નજીક એક શિવમંદિર હતું. ભીમે સમજી લીધું કે આ જ યમુનાજી છે અને એ તલાવડીમાં નાહવા માટે ઉતરી પડ્યો. પાણીમાંથી ઘસઘસીને જ્યાં નાહ્યા, ત્યાં આખું પાણી શિવમંદિરમાં ભરાઈ ગયું.

મંદિરમાં પાણી આવતું જોઈ પાર્વતીજી શિવજીને પૂછે છે કે મંદિરમાં આટલું પાણી કેમ ભરાઈ ગયું? શિવજી હસીને કહે છે કે, “મારો ભક્ત ભીમ તલાવડીમાં નાહે છે એટલે આ પાણી મંદિર સુધી આવી ગયું છે.”

શિવજી એ ઉકેલ તરીકે પોતે સિંહ બની જાય છે અને પાર્વતીજીને ગાય બનાવે છે. શિવજી ગાયને મારવા દોડી છે જેથી ભીમ સમજશે કે આજે અગિયારસના દિવસે ગાયને મારી શકાય નહીં અને તે ઊભો થશે. એવું જ થયું — ભીમ ઊભા થયા અને સિંહ (શિવજી) ને પકડી લીધો. પણ સિંહના નખોથી ભીમનું ડાબું પડખું ચીરી ગયું.

ભીમે જેઓ પકડીને મારવા જતાં હતા, ત્યારે શિવજી પોતાનું સાક્ષાત દર્શન આપીને પ્રસન્ન થયા. શિવજી એ ભીમના પડખા પર હાથ ફેરવીને તે ભાગ વજ્ર જેવો મજબૂત બનાવી દીધો.

ભીમસેનને મહાદેવ પાસેથી વરદાન:

શિવજી ભીમસેનને વરદાન માંગવા કહે છે. ભીમ કહે છે, “મારે એટલું જોર આવું જોઈએ કે મારી નજરે જ્યાં સુધી અન્ન દેખાય ત્યાં સુધી ખાઈ શકું.” શિવજી કહે છે – “તથાસ્તુ, બીજું માંગ.”
ભીમ બીજું વરદાન માગે છે: “હું કાચું પણ ખાઈ શકું, મને રોગ ન થાય, અને મારો શકુની મામો ઝાડે ફરવા જાય.” શિવજી હસીને કહે છે – “તને તો ખાવા મળે અને તારો મામો દિશા માટે જાય?”
ભીમ કહે છે: “એમ જ હોય – મારા માટે ભોજન અને મારા શકુની મામા માટે દંડ!”

ભીમ અગિયારસનું મૂળ:

આ સમગ્ર પ્રસંગ પછી ભીમસેન ઘરે પહોંચે છે અને માતા કુંતિને બધું કહે છે. કુંતિજીએ પણ આ અનુભવેને ધ્યાનમાં લઈને ભીમસેનને આ વિશેષ એકાદશી કરવા કહ્યું. ત્યારથી જ આ એકાદશી ભીમ અગિયારસ તરીકે જાણીતી બની. તાત્વિક રીતે એ નિર્જળા એકાદશી તરીકે ઓળખાય છે.

નિર્જળા એકાદશીનું મહત્વ:

  • આ એકાદશીનું વ્રત રાખવાથી સમગ્ર વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
  • વ્રત દરમિયાન જળ પણ પીવામાં આવતું નથી.
  • ભક્તિ, સમર્પણ અને દૈવી શક્તિઓના આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે આ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

નિર્જળા એકાદશી આપણને ભક્તિ સાથે સંયમ, દૈવી શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો પાઠ શીખવે છે. ભીમસેનના પ્રસંગ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે સાચા હૃદયથી કરેલા પ્રયાસ ભગવાન સુધી પહોંચે છે અને ભક્તને શુભ ફળ મળે છે.

સંબંધિત લેખ

અપરા એકાદશી

હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે…

અખાત્રીજ

અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય “અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય. એટલે કે – જે કદી…

વરુથિની એકાદશી

વરુથિની એકાદશી – ધર્મ અને શ્રદ્ધાનો ચમત્કાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના પાવન તટે માન્ધાતા નામના એક ઉદાર અને…