September 29, 2026

અખાત્રીજ

April 19, 2026  ·  3 મિનિટ વાંચન

અક્ષય તૃતીયા – અખાત્રીજનું દૈવિક મહાત્મ્ય

“અક્ષય” એટલે જેનો ક્યારેય ક્ષય ન થાય.
એટલે કે – જે કદી ન ખૂટે, ન તૂટે અને ન નષ્ટ થાય. એ જ અખાત્રીજ એટલે વૈશાખ સુદ ત્રીજની પવિત્ર તિથિ, જેને અક્ષય તૃતીયા તરીકે ઓળખવામાં આવે છે.

પૌરાણિક કથાઓમાં અખાત્રીજ:

  • પાંડવોના વનવાસ દરમિયાન ભગવાન સૂર્યએ તેમને એક અક્ષયપાત્ર આપ્યું હતું. આ પાત્રમાંથી ભોજન ક્યારેય ખૂટતું નહીં હતું. એને કારણે દુર્વાસા ઋષિ જેવા મહાત્માઓને પણ પાંડવે ભોજન કરાવ્યું હતું.
  • એક પ્રસંગ અનુસાર બધી તિથિઓ ભગવાન પાસે જઈને પોતાનું મહાત્મ્ય બતાવી રહી હતી – પૂર્ણિમા, ચૌદસ, દશમિ, અગિયારસ… પરંતુ તૃતીયા રડી રહી હતી. ભગવાને પુછ્યું: “તુ કેમ રડે છે?”
    ત્યારે તૃતીયાએ કહ્યુ: “મારું કોઈ મહાત્મ્ય જ નથી!”
    પ્રભુએ આશીર્વાદ આપ્યો: “તું અક્ષય તૃતીયા તરીકે ઓળખાશે. આજના દિવસે કરેલું દરેક શુભ કાર્ય અખૂટ રહેશે.”
    આશીર્વાદ પામ્યા પછીથી તૃતીયા પાવન બની. આજથી એ શુભતારીખ બની ગઈ, જેના માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર પડતી નથી.

અક્ષય તૃતીયાનું મહત્વ:

શુભ કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ: લગ્ન, વેપાર, નવા ઘરના પ્રવેશ, દાન, ખરીદી જેવી દરેક શુભ પ્રવૃત્તિ માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

  • સોનાની ખરીદીનો દિવસ: આજના દિવસે ખરીદેલું સોનું ઘરમાં સમૃદ્ધિ લાવે છે એવી માન્યતા છે.
  • ધાર્મિક મહત્વ:
    • આજના દિવસે જ કલિયુગનો પ્રારંભ થયો.
    • બદરીનારાયણ મંદિરનાં દ્વાર આજથી ખૂલતા હોય છે.
    • બાંકે બિહારીજીના ચરણ દર્શન પણ વર્ષમાં ફક્ત આજના દિવસે જ થાય છે.
    • ભગવાન વિષ્ણુનો રુદ્રરૂપ – પરશુરામજીનો જન્મ પણ આજના દિવસે થયો હતો.

ઉપસંહાર:
અખાત્રીજ એટલે ભારતીય સંસ્કૃતિનું વિશ્વાસ, પરંપરા અને દિવ્યતા.
આ દિવસ આપણા માટે સંકેત છે કે “આજથી શરૂ કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય ખૂટશે નહીં – તે અક્ષય રહેશે.“

સંબંધિત લેખ

અપરા એકાદશી

હિંદુ પંચાંગ મુજબ, જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે…

વરુથિની એકાદશી

વરુથિની એકાદશી – ધર્મ અને શ્રદ્ધાનો ચમત્કાર પ્રાચીન સમયમાં નર્મદા નદીના પાવન તટે માન્ધાતા નામના એક ઉદાર અને…