September 15, 2026

ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા

February 5, 2014  ·  1 મિનિટ વાંચન

 

 

 

નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત,
ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત,

હે… ધન દામોકુંડ રેવતી, અને ધન ધન તીરથ ધામ,
ધન મંદિર ધન માળીયા, હે ઓલું ધન ગોકુળીયું ગામ,

શાર્દૂલ કેરા સાદથી જ રે અને, ઓલી ગહકે ગહકે મોરાંય ગીર,
નીજ પહાડા પર સર પ્રાછટે, એમ મારો ધન નાદે વનવીર,

મનહર મુખે માનુની અને, ગુણિયલ જાત ગંભીર,
ઈણ કુંખે નર નીપજે, ઓલા વંકડ મૂછા વીર,

સ્નેહ, હેત ને કરુણાના જ્યાં, કલ કલ ઝરણાં હાસ્ય કરે,
પ્રીત પાલવડે રોજ પાળીયે, સિંદૂર વરણી સાંજ ઢળે,

ખમીરવંત ઘોડાં ખરતાડે ને,  પડઘમની જ્યાં થાપ પડી,
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી,
રે… તારી આભે કીર્તિ ધજા અડી.

શિર પર પગલાં સતી સંતનાં,જતી કેડી જંગલ વીંધી,
વળી આંગળી ઘર પર પાછી, મહા ધરમ મારગ ચીંધી,

સત્ય ધરમ કાજે શૂરવીરની, ખેધીલી તેગો ખખડી,
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા, તારી આભે કીર્તિ ધજા અડી,
રે…તારી આભે કીર્તિ ધજા અડી.

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…

સખી કેરું નામ

કચ્છ વાગડ ને કાઠિયાવાડી નાર, કંઠે શોભાવતી છૂંદણાં કેરો હાર.. છૂંદણાંમાં ત્રોફાવતી સખી કેરું નામ, ક્યારેક પ્રિયતમનું લખાવતી…