September 16, 2026

સદા સોનલ ને ભજું

January 3, 2021  ·  2 મિનિટ વાંચન
(છંદ હરિગીત)
કષ્ટો  ‌ ‌  વિકટ ‌ શું કહું  ‌માડી? ‌ સંકટો  ‌સંતાપતા
માનેલ પોતા તણાં માંડી એહ પણ દુખ આપતા
જગઝેર આ જીરવા તણું, મુજ રાંકનું ક્યા છે ગજું?
મહાદુઃખ મેટણ માંત શક્તિ સદા સોનલ નેં ભજુ……૧
વિખવાદ થ્યે વહવાટમા વેવાર સૌ વણસી જતાં
ઘેરાય  ‌ પડતાં ઘાવ ‌  ઘટડે  દોખી  ના દળ દુઝતા
અરિયા ઉખેડી અભે કેજે જગ્ત જો તું હો હજું
મહાદુઃખ મેટણ માંત શક્તિ સદા સોનલ નેં ભજુ…….૨
સાથે ન ચાલે કોઇ વખતે જગતમાં વૈરી ઘણા,
રોકીને બેઠાં  રાહ દુશ્મન મૂરત થય કર્મો તણાં
તુટીય આશા સૌ જગતની એક છો આધાર તું
મહાદુઃખ મેટણ માંત શક્તિ સદા મોગલ નેં ભજુ…….૩
ધાર્યું ન ‌ થાતું   અમ ‌  તણું જે માંવડી તું ધારતી
સંકટ વખત માં સ્હાય સાચી નેક દુખ નિવારતી
રઝળી ગયાં રણવાટમાં ઇ વાત શું કરીએ રજું !
મહા દુખ મેટણ માત શક્તિ સદા સોનલ નેં ભજુ…….૪
 વરણુ  ન જાજા  દુખ તાજા   કૈંક  વાંધા   છે વળી
શગતી વખત વ્હારે થજે અરજુ અમારી સાંભળી
કહે પાર્થ જીવતો આ જગત, એક કારણ તું જ તુ
મહાદુઃખ મેટણ માંત શક્તિ સદા સોનલ નેં ભજુ……૫

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…