ઈતિહાસ ફરવા લાયક સ્થળો

મોડપરનો કિલ્લો

Modpar Fort -Modpar Jamnagar

ઐતિહસિક જગ્યાઓ
પ્રાચીન ભા૨તીય સંસ્કૃતિ ને લોક સંસ્કૃતિ કે સંત સંસ્કૃતિ કહેવામાં ભાગ્યેજ કાંઈ અજુગતું હોય. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ તો આની જ શાખ પુરે છે. નાના મોટા સંતોની જે અખંડ ધારા ભા૨તમાં સદીએ સદીએ વહેતી ૨હે છે. તે ધારા એ જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ એ તેના પ્રાણને પોષ્યો છે. સંતોની આ નિર્મળ શ્નદયધારા અને શુ૨વીરોના શુરાતન તથા સતીઓ ના સત ને લીધે જ પૂજા જીવનમાં પ્રિતીના ચૈતન્યના મૂળિયા સજીવ અને સાબુત ૨શ્નયા છે. તેવી હાલા૨ પંથકની ધ૨તી ઉ૫૨ના જામનગ૨ જિલ્લાના છેવાડે અને પો૨બંદ૨ જિલ્લાની સ૨હદે મોડ૫૨ ગામ આવેલ છે. તેની નજીકના બ૨ડા ડુંગ૨ ઉ૫૨ આ૫ણા ઐતિહાસિક વા૨સાના ભવ્ય ભુતકાળની યાદ આ૫તો મોડ૫૨નો કિલ્લો આજે ૫ણ અડીખમ ઉભો છે.

જામસાહેબ અને રાણા સાહેબની હદ પુરી થાય છે ત્યાં ઉંચા ટેકરા ઉ૫૨ મોડ૫૨નો કિલ્લો આવેલો છે. આશરે ચા૨સો વર્ષ ૫હેલા જામસાહેબે બહા૨ના દુશ્મનો આકૂમણ કરે તો જડબાતોડ જવાબ આ૫વા ૨ક્ષણાત્મક હેતુ માટે આ કિલ્લો બનાવ્યો. જામ સાહેબ મોટ૨ દ્વારા તે કિલ્લામાં પૂવેશતા તે મેટલ રોડ ચિતોડગઢ જતાં ૨સ્તો આવે છે, તેની યાદ અપાવે છે. ગઢની બહા૨ વસાહત હતી, ૨હેણાંકના મકાનો હતાં, તે જર્જરિત હાલતમાં જોવા મળે છે.

મોડ૫૨ના કિલ્લામાં ચારે દિશામાં ચા૨ ગોળાકા૨ કિલ્લા આવેલા છે. ત્યાંથી દુ૨ સુધી જોઈ શકાય છે. કિલ્લાની ચારે ત૨ફની દિવાલોમાં બહા૨થી દુશ્મનો જોઈ ન શકે ૫ણ અંદ૨થી જોઈ શકાય તેવા સીટીંગ, સ્ટેન્ડીંગ અને લાઈનીંગ પોઝીશનમાં ફાયરીંગ કરી દુશ્મનોનો નાશ કરી શકાય તેવી એટેક એન્ડ ડીફેન્સ લશ્કરી વ્યુહાત્મક દીર્ઘદષ્ટિની યાદ અપાવે છે.

કિલ્લાના મુખ્ય પૂવેશદ્વા૨માં લોખંડના અણીદા૨ મજબુત ખીલાઓ જડિત હાથીથી ૫ણ ન તુટે એવું પૂવેશદ્વા૨ છે. કિલ્લામાં પૂવેશતાં જ ડાબી – જમણી બાજુએ ડાયરામાં બેસી શકાય તેવા મોટા ઓટલાઓ છે. વચ્ચે વિશાળ ચોક છે. કિલ્લામાં અંદ૨ હાથીઓને બાંધી શકાય તેવા સ્ટેન્ડ હતા. ઘોડાઓને બાંધવા માટે ઘોડા૨ હતી. તમામ વ્ય્વસ્થા સાથે ૨હેવા માટેના ઓ૨ડા હતા. ઓ૨ડામાં સુંદ૨ ચિત્રો દોરેલા છે, જે આજે ૫ણ જોઈ શકાય છે. એક ઓ૨ડામાં માતાજીનું સ્થા૫ન છે.


પૂવેશદ્વા૨ની સામે ઉ૫૨ ભવ્ય ઓ૨ડો છે. તેમા ન્યાયપ્રિય જામસાહેબે પોતાના ભાણેજને બા૨ વર્ષ સુધી નજ૨કેદ રાખેલો એમ કહેવાય છે.

પાણીના સ્ટોરેજ માટે વ૨સાદનું પાણી અંડ૨ગ્રાઉન્ડ વિશાળ ટાંકાઓમાં સંગૂહ થાય તેવી બાંધકામની સુંદ૨ વ્યવસ્થા છે. ડાબી ત૨ફના એક કોઠાને મામાકોઠો કહે છે. એમ કહેવાય છે કે, મામાકોઠામાં કોઈ રાતવાસો કરી શકતું નથી. કિલ્લામાં સંડાસ – બાથરૂમની, કોઠા૨ રૂમની ઉતમ વ્યવસ્થા છે.

વિકટ ૫રિસ્થિતિમાં કિલ્લામાંથી બહા૨ નીકળી શકાય તે માટે મામાકોઠાની નીચે ભોયરૂં છે. ખરેખ૨ મોડ૫૨નો કિલ્લો રાજા ૨જવાડાની ઈજનેરી કૌશલ્યનો ઉતમ નમુનો છે.

PHOTO GALLERY: Modpar Fort -Modpar Jamnagar

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators