ઈતિહાસ સેવાકીય કર્યો

રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા

ભુજ ની નજીક આવેલ રુદ્રમાતા ડેમ ની અંદર આવેલ ધર્મશાળા ની તસવીર છે. ડેમ જયારે જયારે ખાલી રહે છે ત્યારે તે ઇતિહાસનું એક પૃષ્ઠ લોકો સામે ઉજાગર કરે છે, ડેમ જયારે ખાલી હોય છે ત્યારે ડેમમાં વચ્ચો વચ્ચ એક જર્જરિત મકાન પણ બાહર આવી જાય છે અને જર્જરિત મકાન ઇતિહાસના સમયની સાક્ષી પૂરે છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા અને કચ્છ સિંધ રાજ્યનો એક ભાગ હતું. આજે જ્યાં રુદ્રમાતા ડેમ છે ત્યાં એક રસ્તો હતો જે જાણે કચ્છ અને સિંધને (હાલ પાકિસ્તાન) જવાનો પગપાળા જવાનો રસ્તો હતો.

રુદૃમાતા ડેમની વચ્ચે આવેલું જર્જરિત મકાન એક ધર્મશાળા છે, આઝાદી પહેલાં અહીં થી સિંધ  મુસાફરો તેમની પોઠો સાથે આ ધર્મશાળા માં વિરામ કરતાં. રાતવાસો અહીં કરી સવારે સિંધ તરફ પ્રયાણ કરતાં. તેવી રીતે સિંધ તરફ થી આવતા વટેમાર્ગુઓ (મુસાફરો) આજ પ્રમાણે અહીં રોકાણ કરતાં.

આ એજ રણ રસ્તો છે જયાં દાદા મેકરણ આગળ જતાં રણમાં તેમના લાલીયા-મોતીયા સાથે મળતા અને ભૂલા પડેલા વટેમાર્ગુઓ ને સાચો રસ્તો બતાવી ખોરાક-પાણી પ્રેમ થી આપી વિદાય કરતાં.
આ ધર્મશાળા આમ તો રુદ્રમાતા ડેમ નાં પાણી ની અંદર ડુબેલી હોય છે. પણ ઉનાળામાં પાણી ઓછું થઈ જતા બહાર દેખાય છે.
આપણા વડિલો એ આજ રસ્તે કચ્છ થી સિંધ અને સિંધ થી કચ્છ ની સફર ખેડેલી છે…

માત્ર યુવાપેઢીને જાણકારી માટે થોડી વિગતો મૂકેલી છે.
જેથી યુવાપેઢી કચ્છ નાં ઈતિહાસ થી થોડી વાકેફ થાય.

જય જીનામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *