આનાથી મોટી કઈ વાત હોઈ શકે!

Zaverchand Meghani

ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર.વ.દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલિશાન મહેલના એક ઓરડામાં બેઠાં રસઝરતી વાતોમાં ગળાડૂબ હતા. આ બન્ને શબ્દસ્વામીઓની વાતો સાંભળવા રાત ઉભી રહી ગઈ હોય તેમ સાવ સૂનકાર ભાસતો હતો. પાંદડું પડખું ફરે તો પણ અવાજ આવે તેવું નીરવ વાતાવરણ છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ખાસ સમય કાઢીને યુગમૂર્તિ વાર્તાકાર ર.વ.દેસાઈને મળવા આવ્યા હતાં. આમતો ર.વ.દેસાઈ ગાયકવાડ સરકારમાં મોટા અમલદાર હતા. તેથી સમયની ભારે સંકડામણ રહેતી. પણ મેઘાણી જેવો વાતરોખો મનેખ લોકસાગરમાંથી મોતી વીણી વીણીને લાવનારો કસબી સામેથી મળવા આવે એટલે સમયતો શું, જીવ કાઢીને આપવો હોય તો પણ આપે! અને મળ્યાં ત્યારે પણ સઘળું કોરાણે મૂકી, વરસોથી વિખુટા પડેલા પ્રિયજનની જેમ અદકા હરખથી ભેટ્યા હતાં.

એક તબક્કે દેસાઈએ સાવ હળવેકથી પૂછ્યું: ”હેં મેઘાણીભાઈ! તમે આ ગીતો, કથાઓ….આ બધું મેળવો કેવી રીતે!?”

“હું કોઈ જાણતલ ડોસીના સામે બેસી, તેનાં કામમાં ગૂંથાઈ જાઉં. કાલા ફોલવા લાગું કે ઘંટુલો ફેરવવા લાગું…” મેઘાણીએ કહ્યું.

“પછી?” દેસાઈને થોડી નવાઈ લાગી.

“પછી શું, હળવે હળવે એકએક વાતને ખોતરું, કથાને ઉખેળવા લાગું એટલે વીરડામાંથી સરવાણી ફૂટે એમ હંધુય બાર્ય આવવા લાગે, હું ડાયરીમાં ટપકાવવા લાગું!”

“શું વાત કરો છો..!” આમ કહીને દેસાઈ ઊભા થયા.સામેના ઓરડામાં ગયાં. કશો ખ્યાલ ન આવ્યો, થોડીવારે ઓરડામાંથી પાછાં આવી હતા તેમના તેમ પોતાની જગ્યાએ બેસી ગયાં. વાતો દરમ્યાન આવું તો ઘણીવાર બન્યું. વાતનો રંગ બરાબર જામ્યો હોય, રસના ઘૂંટડા ભરાતા અને ખરા ટાણે દેસાઈ ઊભા થાય. સામેના ઓરડામાં જાય અને પાછાં આવે. મેઘાણીનું મન કચવાતું હતું. મનમાં સવાલ પણ સળવળતો હતો, દેસાઈ આમ ઊભા શું કરવા થાય છે? અને ઓરડામાં એવું કોઈ કામ હોય તો નોકર છે, તેને કહી શકાય. વળી મનમાં વિચાર આવ્યો, કદાચ નોકરને કહી શકાય એવું કામ ન પણ હોય!

“હા, બનવાજોગ છે.“ આમ મેઘાણીએ મન પર સાંત્વનનો પાટો બાંધી લીધો. પણ પાટો વધુ વખત રહ્યો નહી. “એવું તે વળી શું હોય કે આમ વારંવાર ઊભા થઇ આમ ઓરડામાં જવું પડે!” થયું કે પોતે પણ સાથે જાય અને હકીકત જાણે. પાછું મન ચોરાયું: રાત વેળાએ કોઈના ઓરડા આમ ન જવાય. વળી બધું વિસારે પાડી સામે સવાલ કર્યો: ”રાજના આવાં કારોબારની વચ્ચે આપણે લખવાનું કેમનું ફાવતું હશે!”

“લખવાનું..!” દેસાઈ હસીને બોલ્યા: ”મેઘાણીભાઈ, આપનો સવાલ તો યથાયોગ્ય છે. આવા જડસુ કારોબારની વચ્ચે સંવેદનાને સંકોરવી, જીવતી રાખવી એ અઘરું અને કપરુંતો છે છતાંય…”

“છતાંય..?”

“છતાંય સંવેદના સાબુત છે એટલે વહીવટ થાય છે. માંહ્યલો જાગતો રહે છે એટલે માનવીય વ્યવહાર અને વહીવટ થાય છે.” પછી કહ્યું: ”અને સર્જનવેળાએ તો માત્ર તેને ફૂંક જ મારવાની હોય છે!”

“વાહ!” મેઘાણીના મોમાંથી અનાયાસે નીકળી ગયું.

વળી પાછા દેસાઈ ઊભા થયા. મેઘાણીનું મન કોચવાયું. વાતોમાં રસ ન પડતો હોય એવું તો નથી. વાતો કરવી ને સાંભળવી ગમે છે. છતાં પણ ઉભા તો થાય જ છે.

શું કરવા ઊભા થાવ છો…એમ પૂછી લેવાનું મન થયું પણ મેઘાણી બોલી શક્યા નહી.

“આમ તમને સર્જનમાં સૌથી વધુ મઝા આવી હોય એવું ક્યાંય…”

“લગભગ બધે જ છતાંય અમરેલી પ્રાંતમાં સુબેદાર હતો ત્યારે…”દેસાઈ અંતરના પટારામાંથી મોંઘેરી જણસ બહાર કાઢતા હોય એમ બોલ્યા: ”અમરેલી પાસે ચલાલા અને થોડે દૂરનું ધારંગણી ગામ છે.”

મેઘાણીએ તરત જ કહ્યું: ”વીર રામવાળાની વાવડી પાસેનું વાળા દરબારોનું ગામ!”

“ગામના દખ્ખણાદા પાદરમાં વહેતી નદી, નદીના કાંઠે સરકારી આવાસ, આવાસના ઝરુખે ઊભા રહી ગીરની વનરાઈને નીરખવાની…ગામ એ ગીરનું નાકું ગણાતું..” દેસાઈ આગળ બોલી ન શક્યા. તેનાથી ફળફળતો નિ:સાસો નખાઈ ગયો. એકદમ ઊભા થઇ પાછા રાબેતા ઓરડા તરફ ગયાં. આ વેળા મેઘાણી પણ ઊભા થયા અને કશું કહ્યા વગર તેમના પાછળ ગયા. પછી ઓરડાના બારણાં પાસે થોભલાઈને ઊભા રહી ગયાં. શું કરવું તે સૂઝ્યું નહી એટલે ડોક લંબાવીને ઓરડાની અંદર નજર નાખી. જોયું તો બે વૃદ્ધ સ્ત્રી-પુરુષ સૂતાં હતાં અને દેસાઈ તેઓને સરખું ઓઢાડી રહ્યા હતા. મેઘાણી આખું દ્રશ્ય ફાટી આંખે જોઈ રહ્યાં.

પોતાના માં-બાપને સરખું ઓઢાડીને દેસાઈ બન્નેનાં પગ તરફ વારાફરતી નમ્યા, ચરણસ્પર્શ કર્યા. મસ્તક નમાવીને વંદન કર્યા. પછી સહેજ પણ અવાજ ન થાય તેમ ધીમા પગલે બહાર આવ્યા.

ઓરડાના ઉંબરે ઉભેલા મેઘાણી કશું પૂછી ન શક્યા પણ તેમણે બે હાથ જોડ્યા અને મોમાંથી શબ્દો સરી પડ્યા: ”ધન્ય છે માં-બાપ, તમે આવાં પુત્રરત્નને પામી શક્યાં…”

દેસાઈએ હસીને કહ્યું: ”ચાલો ત્યારે, વાતોને આગળ વધારીએ..”

મેઘાણી ગદગદિત સ્વરે બોલ્યા: “આનાથી બીજી મોટી કઈ વાત છે તે હવે કરીએ!”

સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.

Posted in ઈતિહાસ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    આપા દાન મહારાજ 2)    કનડા ડુંગરની ખાંભીઓ
3)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 4)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
5)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 6)    રાણપુરની સતીઓ
7)    ઝાલાવાડ ની ખાનદાની 8)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ
9)    મુળુ માણેક અને પાંચ પાળિયા 10)    વીર મોખડાજી ગોહિલ
11)    જગાવાળા અને સંગ્રામસિંહ 12)    महर्षि कणाद
13)    જોગીદાસ ખુમાણની આબરૂ 14)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
15)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 16)    મોટપ
17)    ગોહિલવાડ 18)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
19)    લીરબાઈ 20)    રબારી જાતિનો ઇતિહાસ
21)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 22)    કલાપી તીર્થ સંગ્રહાલય
23)    વાંકાનેર 24)    ભા’ કુંભાજી – ગોંડલ
25)    બારાડી – લીલી નાઘેર પંથક 26)    ભૂપત બહારવટિયો
27)    બ્રહ્મભટ્ટ બારોટ 28)    ગોરખનાથ જન્મકથા
29)    મહેમાનગતિ 30)    હૈયા કેરાં હેતની સરવાણી
31)    આરઝી હકૂમત 32)    ઘેડ પંથક
33)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 34)    બારોટો ની વહી -ચોપડા
35)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 36)    ગોરખનાથ
37)    ડુબી ગયેલ દ્વારકા 38)    સર પ્રભાશંકર પટ્ટણી
39)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 40)    લોકમેળાની ગઈકાલ અને આજ
41)    ઓખા બંદર 42)    વિર ચાંપરાજ વાળા
43)    જનેતાના દૂધમાં ભાગ 44)    જુનાગઢને જાણો
45)    કથાનિધિ ગિરનાર 46)    સતી રાણકદેવી
47)    કહેવતો એટલે સત્યનો નીચોડ 48)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
49)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 50)    જેસોજી-વેજોજી
51)    જનની જણ તો ભક્ત જણ જે 52)    જોગીદાસ ખુમાણ
53)    સત નો આધાર -સતાધાર 54)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
55)    હાલાજી મેરામણજી અજાણી 56)    મોડ૫૨નો કિલ્લો
57)    દેપાળદે 58)    આનું નામ તે ધણી
59)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 60)    રા’ખેંગાર વાવ જુનાગઢ
61)    જાંબુર ગીર 62)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
63)    મુક્તાનંદ સ્વામી 64)    ઘોડાખરા હિંદુ પીર
65)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 66)    ગિરનાર
67)    ત્રાગા ના પાળીયા 68)    નાથા ભાભા મોઢવાડિયા
69)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 70)    ગિરનાર
71)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 72)    વિર દેવાયત બોદર
73)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 74)    મેર જ્ઞાતિ
75)    માધવપુર ઘેડ 76)    અણનમ માથા
77)    કલાપી 78)    મહાભારત
79)    ચાલો તરણેતરના મેળે 80)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ
81)    તુલસીશ્યામ 82)    મણી(વાઘ) મંદિર -મોરબી
83)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ 84)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ
85)    સોમનાથ મંદિર 86)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર
87)    જલા સો અલ્લા 88)    હમીરજી ગોહિલની વાત
89)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ 90)    કનકાઇ માતાજી -ગીર
91)    મોંઘામૂલો માનવી -મેઘાણી 92)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ
93)    શહીદો ને કોટી કોટી વંદન 94)    લાઠી-તલવાર દાવ
95)    રાજકોટ અને લાઠી 96)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી
97)    રા’ ના રખોપા કરનાર 98)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms
99)    23 માર્ચ, શહીદ દિવસ 100)    વીર માંગડા વાળો