ઈતિહાસ ફરવા લાયક સ્થળો

મણી(વાઘ) મંદિર -મોરબી

Mani Mandir Morbi

> ધરતીકંપમાં મોરબીનાં મણી મંદિર મહેલમાં ભારે નુકસાની થઇ હતી
> ૨૫ કરોડનાં ખર્ચે મહેલે ફરી સાજશણગાર સજ્યાં
> મોરબીનાં રાજવી પરિવાર દ્વારા આજે મૂર્તિ પ્રતિષ્ઠા થશે

મોરબીની શાન સમા વિશ્વ પ્રસિધ્ધ વાઘ મંદિર (મણિમંદિર)ને ૨૦૦૧ના ભૂક઼ંપમાં નુકસાન પહોંચ્યું હતું. ચાર વર્ષ પહેલા રાજ્ય સરકાર પાસેથી આ ઐતિહાસિક ઇમારત પરત મેળવી  મોરબીના રાજવી પરિવારે રિનોવેશનની કામગીરી શરૂ કરાવી હતી. જેમાં વાઘ મંદિરના મધ્યમાં આવેલા ‘લક્ષ્મી નારાયણ’ મંદિરના જીણોgધ્ધારની કામગીરી પૂર્ણ થતાં આજે રાજવી પરિવાર દ્વારા મંદિરમાં ભગવાનની મૂર્તિનો પુન : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મહર્ષિ રાજર્ષિ મુનિના હસ્તે આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.  આ પ્રસંગે મોરબીના રાજમાતાએ આ સમારકામને પૂર્વજોના ઋણ ઉતાર સમાન ગણાવ્યું હતું.

સૌરાષ્ટ્રની મયૂરનગરી મોરબીના તેના ઐતિહાસિક વારસા અને કલા સ્થાપત્ય માટે પ્રસિધ્ધ છે. જેમાં શિરમોર ગણાતા ‘વાઘ મંદિર’ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર િવશ્વમાં મોરબીને આગવી ઓળખ આપનારી ઇમારત છે. ૨૦૦૧ના વિનાસકારી  ભૂકંપમાં  આ ભવ્ય ઇમારત જર્જરિત થઇ ગઇ ગયું હતું.  ભૂકંપ પહેલા આ વિશાળ બિલ્ડિંગમાં દેવી દેવતાઓના મંદિર અને સરકારી કચેરીઓ કાર્યરત હતી પરંતુ, જર્જરિત ઇમારત ભયજનક બની જતાંં તમામ કચેરીઓ ત્યાંથી ખસેડી લેવામાં આવી હતી અને પ્રજાજનો માટે પ્રવેશ બંધ કરાયો હતો.

સાડા ચાર વર્ષ પહેલા મોરબીના રાજવી પરિવાર દ્વારા આ ઐતિહાસિક ઇમારત સરકાર પાસેથી પરત મેળવીને  રિનોવેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલા સ્થાપત્ય, ઐતિહાસિક બાંધણી તથા ભવ્ય વારસો મૂળ સ્વરૂપે રહે તે રીતે આ ઈમારતનું સમારકામ ૨૦ કરોડના ખર્ચે હાથ ધરાયું હતું. મુંબઇની સ્ટર્કલ કંપનીને આ રિનોવેશનની જવાબદારી સોંપાઇ હતી. મોરબીના રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુમારી મીરાબાપાની  સીધી દેખરેખ હેઠળ છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલા આ કામગીરીમાં અંતે લક્ષ્મીનારાયણ મંદિરના જીણોgધ્ધારની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.


મંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુંરાજવી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુંં છે. જેમાં સ્વામી રાજીિષ્ીઁમુનિ દ્વારા દેવી દેવતાઓની મૂર્તિઓની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ, રાજવી પરિવાર, ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, મોહનભાઇ કુંડારિયા, કોંંગી આગેવાન બ્રિજેશ મેરજા, જિલ્લા કલેક્ટર રાવલ, ડેપ્યુટી કલેક્ટર જોશી, મામલતદાર, ચીફ ઓફિસર સહિત મોરબીના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજર્ષિમુનિએ અશક્ય લાગતા કાર્યને સાકાર કરવા બદલ રાજવી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. રાજમાતા વિજયકુંવરબા સાહેબે આ કાર્યમાં સાથ સહકાર આપનારા તમામ લોકો, સંસ્થાઓનો અભાર માની મોરબીવાસીઓ પ્રત્યે તેમના પૂર્વજોનું ઋણ અદા કર્યાની ભાવના વ્યક્ત કરી હતી. તેમજ વાઘ મંદિરની ડોકયુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

વાઘ મંદિરમાં મ્યુઝિયમ બનશે
વાઘ મંદિરની રિનોવેશનની કામગીરી સંભાળતા ચેતનભાઇએ જણાવ્યું હતું કે, આ કામગીરી માટે ત્રણ વર્ષનો સમય નિધૉરિત કરવામાં આવ્યો હતો પરંતુ, જેમ જેમ કામ થતું ગયું તેમ તેમ વધુ કામ નીકળતું જતું હતું. હાલ ૯૦ ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. આગામી ૬ માસમાં રિનોવેશનની કામગીરી સંપૂર્ણ પૂરી થઇ જશે. રાજકુમારી મીરાબાપાએ જણાવ્યું હતું કે, આજથી મંદિરમાં પૂજા , પાઠ, આરતી શરૂ થઇ જશે. રિનોવેશન સંપૂgર્ણ પૂર્ણ થયા બાદ મ્યુઝિયમ બનાવવાની કામગીરી હાથ ધરાશે. ત્યારબાદ સંપૂર્ણ વાઘ મંદિર લોકો  માટે ખુલ્લુ મુકાશે.

વાઘ મંદિર ઐતિહાસિક વારસો
ઇ.સ. ૧૯૦૮માં મોરબીના મહારાજા વાઘજી ઠાકોર સાહેબ દ્વારા વાઘ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. ૧૯૨૨માં વાઘજી ઠાકોરનું અવસાન થતાં લખધીરસિંહજી ઠાકોર દ્વારા આ કામ આગળ ધપાવવામાં આવ્યું જે ૧૯૩૫ના અંતમાં પૂર્ણ થયું હતું અને ૧૩ જાન્યુઆરી ૧૯૩૧ના દિવસે અંગ્રેજ સરકાર લોર્ડ વિલિંગ્ડનના હાથે આ રાજવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સૌજન્ય: દિવ્યભાસ્કર

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators