ફરવા લાયક સ્થળો

ઘોઘામાં બનશે વિશ્વનો સૌથી મોટો લિન્ક સ્પાન

Ghogha Dahej Link Span

– ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિ‌સ પર દુનિયાની નજર સ્થિર થઇ છે
– ૯૬ મીટરનો લિન્ક સ્પાન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિશષ્ટિતા ધરાવે છે : પોન્ટુનની કામગીરી પૂર્ણતાના આરે

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સડક માર્ગના અંતરને ટુંકુ કરી અને અનેક લાભ આપનાર બહુહેતુ લક્ષી ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સ પ્રોજેક્ટમાં બંને તરફ હાલ સિવિલ કન્સ્ટ્રકશનના પિલર-જેટીના કામ પૂર્ણતાના આરે છે, અને હવે વિશ્વના સૌથી મોટા લિન્ક સ્પાનના કામ શરૂ થશે. આ લિન્ક સ્પાનની ડિઝાઇન લંડનની અગ્રણી એન્જીનિયરિંગ કંપની દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સ માટે પ૦૦ મીટરના બંડ અને ૪૭૦ મીટરના પીલરનું કામ પૂર્ણતાને આરે છે. જ્યારે ૬પ પૈકી ૬૨ પાઇલ પણ તૈયાર થઇ ચૂક્યા છે. ઉપરાંત પ૦ ધ્ ૩૦ મીટરના પન્ટૂનનું કામ ઘોઘા ખાતે ચાલુ છે અને ૯૬ ધ્ ૩.પ મીટરના લિન્ક સ્પાનની ડિઝાઇન લંડનની કેસેક એન્જીનિયરિંગ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. ૯૬ મીટરનો લિન્ક સ્પાન દુનિયામાં સૌથી લાંબો છે અને ખંભાતના અખાતના ટાઇડલ કરન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવનાર છે.

૬પ પાઇલ પર ૪૭૦ મીટર લાંબી જેટી બની રહી છે તે પૂરી થયા બાદ લિન્ક સ્પાન બેરિંગ વડે જોડવામાં આવશે અને લિન્ક સ્પાનનો બીજો છેડો પોન્ટૂન સાથે સાંકળવામાં આવશે. પોન્ટૂન દરિયાની ભરતી-ઓટ પ્રમાણે ઉંચુ-નીચુ થશે અને તે મુજબ જ લિન્ક સ્પાન પણ જેટી સાથેની કનેક્ટીવિટી કામગીરી કરશે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાત વચ્ચેના સડક માર્ગનું ભારણ ઘટી જશે. ભાવનગર અને ભરૂચ વચ્ચે સડક માર્ગે ૨૮૪ કિ.મી.નું અંતર અને ૬ કલાકની કંટાળાજનક મુસાફરી થાય છે. પરંતુ ફેરી સર્વિ‌સ શરૂ થવાથી દરિયાઇ માર્ગે ફક્ત ૩૦ કિ.મી.નું થઇ જશે અને માત્ર ૯૦ મિનીટમાં પહોંચાશે.


-ખંભાતના અખાતનો કરન્ટ ચિંતાજનક
ખંભાતના અખાતમાં વિશ્વનો બીજા ક્રમાંકનો દરિયાઇ કરન્ટ હોય છે. અને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિ‌સનું કામ ખંભાતના અખાતમાં કરવામાં આવી રહ્યું હોવાથી બંડ, જેટી, પિલર, પોન્ટૂન, ડોલ્ફિન, લિન્ક સ્પાન બનાવવામાં અન્ય પ્રોજેક્ટની સરખામણીએ વિશષ્ટિ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લિન્ક સ્પાનની ડિઝાઇન બનાવી રહેલી લંડનની કંપની પણ ટાઇડલ કરન્ટને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.

– ભાવનગર-ભરૂચ વચ્ચે ૨૨૮૬ વાહનોનો પ્રતિદિન ટ્રાફિક
ભાવનગર અને ભરૂચ વચ્ચે સડક માર્ગે ટ્રાફિકનું અતિ ભારણ રહે છે. ભાવનગર-ભરૂચ વાયા બગોદરા ૧૩પ૦, બગોદરા સિવાયના માર્ગ પર ૯૩૬ વાહનો પ્રતિદિન પસાર થાય છે. ઉપરાંત દહેજને સંબંધિત ટ્રાફિક વાયા વટામણ થઇને ૨૩૭૯ વાહનો પ્રતિદિન સરેરાશ મુસાફરી ખેડે છે. ભાવનગર અને ભરૂચ વચ્ચેનું અંતર સડક માર્ગે ૨૮૪ કિ.મી. થાય છે અને ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સ શરૂ થવાથી માત્ર ૯૦ મિનીટમાં ઘોઘાથી દહેજ પહોંચી શકાશે.

-વિશ્વનો સૌથી મોટો લિન્ક સ્પાન છે
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિ‌સમાં બનવવામાં આવનાર ૯૬ ધ્ ૩ મીટરના લીન્ક સ્પાનની ડિઝાઇન લંડનની કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે અને આ લિન્ક સ્પાન દુનિયાનો સૌથી મોટો લિન્ક સ્પાન છે. ઉપરાંત ખંભાતના અખાતમાં દરિયાઇ કરન્ટને કારણે સ્પાનની મજબૂતાઇ અને પોન્ટૂન સાથેના લિન્ક-અપને પણ ધ્યાનમાં રાખીને વિશષ્ટિ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. બી.બી.તલાવીયા, ચિફ એન્જીનિયર, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર

– જો ટ્રાફિક અનુકૂળ હશે તો પ્રતિદિન ૬ ફેરા લગાવાશે
ઘોઘા-દહેજ ફેરી સર્વિ‌સને બંને તરફ સાનુકુળ ટ્રાફિક મળી રહેશે તો જીએમબી દ્વારા પ્રતિદિન ૬ ફેરા લગાવવાનું પણ યોજના છે. ઘોઘા અને દહેજ બંને તરફ વાહનો રાખવાની ક્ષમતા ૬ ફેરાને અનુલક્ષીને જ બનાવવામાં આવી રહી છે. પ્રતિ ફેરામાં ૧પ૦ વાહનો મુજબ ૬૦૦ વાહનો એકજ દિવસમાં ફેરીમાં આવ-જા કરી શકે તેવી ગોઠવણ ચાલી રહી છે.

– એક ફેરામાં પ૦૦ મુસાફરો, ૧પ૦ વાહનો લઇ જઇ શકાશે
રોલ ઓન રોલ ઓફ (રો-રો) ફેરી સર્વિ‌સ ઘોઘા-દહેજ વચ્ચે એક ફેરામાં પ૦૦ મુસાફરો અને ૧પ૦ વાહનો આસાનીથી સમાવી શકશે. આ ફેરી સર્વિ‌સને બર્થિ‌ગ પોઇન્ટ ખાતે પ મિટરનો ડ્રાફ્ટ મળવો આવશ્યક હોય છે, અને ફેરી સર્વિ‌સ ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ગતિથી પરિવહન કરી શકશે. હાલ કામગીરી શરૂ છે.

સૌજન્ય: દિવ્યભાસ્કર.કોમ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators