જાણવા જેવું

સૌરાષ્ટ્રનો દિલધડક કિસ્સો

Aarzi Hakumat Junagadh
સશસ્ત્ર તાલીમ

Kalubhai, Brave Farmer of Saurashrtra=> 66 વર્ષના વૃદ્ધે સિંહણને મુક્કા મારી ભગાડી

ગાયને સકંજામાં લેનાર સિંહણને વૃદ્ધે મુક્કા મારી ભગાડી મૂકી, પાલકની હિંમતથી ગાયનો જીવ બચી ગયો
હિંમતને સલામ : વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમનો દીલધડક બનાવ

વિસાવદરનાં કાંકચીયાળા ગામની સીમમાં એક સિંહણે ગાયને સકંજામાં લઇ લીધા બાદ વૃદ્ધ ખેડૂતે હિંમતપૂર્વક સામનો કરી પાછળથી મુક્કા મારી સિંહણને ભગાડી મૂકતા ગાયનો જીવ બચી ગયો હતો. આ દીલધડક કિસ્સાની મળતી વિગત મુજબ વિસાવદરનાં કાંકચીયાળા ગામે રહેતા કાળુભાઇ મનજીભાઇ છોડવડીયા (ઉ.વ.૬૬) નામનાં ખેડૂત ગઇકાલે બપોરનાં અરસામાં સીમમાં આવેલ તેમની વાડીની ઓરડીમાં આરામ કરી રહ્યા હતા ત્યારે બહાર બાંધેલી ગાયની જોરદાર ચીસ સાંભળતા બહાર દોડી આવતા ગાયની પીઠ પર સિંહણ ચઢેલી હોવાનું અને માત્ર તેનું મોઢું જ દેખાતુ હોય આ દ્રશ્ય નિહાળી એક પળતો હેબતાઇ ગયા હતા.

બાદમાં હાકલા-પડકારા કરી સિંહણને દૂર ખસેડવાની કોશીષ કરેલ પરંતુ સિંહણને માત્ર ગાયનું મારણ જ દેખાતું હોય અવાજોને ન ગણકારતા કાળુભાઇએ તમામ હિંમત એકઠી કરી સિંહણનાં પાછળનાં ભાગે જોરદાર મુક્કાઓ મારવાનું શરૂ કરી દેતાં આ અચાનક હુમલાથી હેબતાઇ ગયેલ સિંહણ ગાયને સકંજામાંથી મૂક્ત કરી દૂર જતી રહેતા કાળુભાઇએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગાયનું મોં પકડી લઇ બચાવી લીધી હતી.


સિંહણે જતા-જતા પાછું વળીને જોતાં કાળુભાઇએ ફરી હાકલા કરી, ગાયને બચાવવા હિંમત ભેગી કરી : વૃદ્ધ ખેડૂત

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators