સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરાયણ શબ્દ, બે સંસ્કૃત શબ્દ ઉત્તર(ઉત્તર દિશા) અને અયન(તરફની ગતી) ની સંધી વડે બનેલ છે. ઉત્તરાયણ (મકરસંક્રાંતિ) એ દિવસ છે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે, અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે. તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી પોતાના ઘરની અગાશીઓ પર ચઢી જાય છે.
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે મનાવાય છે:
ઉતર ભારતમાં,
હિમાચલ પ્રદેશ – લોહડી અથવા લોહળી
પંજાબ – લોહડી અથવા લોહળી
પૂર્વ ભારતમાં,
બિહાર – સંક્રાંતિ
આસામ – ભોગાલી બિહુ
પશ્ચિમ બંગાળ – મકરસંક્રાંતિ
ઓરિસ્સા – મકરસંક્રાંતિ
પશ્ચિમ ભારતમાં
ગુજરાત અને રાજસ્થાન – ઉતરાયણ (ખીહર)
મહારાષ્ટ્ર – સંક્રાન્ત
દક્ષિણ ભારતમાં,
આંધ્ર પ્રદેશ – તેલુગુ,
તામિલ નાડુ – પોંગલ,
કર્ણાટક – સંક્રાન્થી
સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ ઉત્સવ.
ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ
નેપાળમાં,
થારૂ લોકો – માઘી
અન્ય લોકો- માઘ સંક્રાંતિ કે માઘ સક્રાતિ
થાઇલેન્ડ – સોંગ્ક્રાન
મ્યાન્માર – થિંગયાન







