પાંચળ ના નોલી (તા.પાળીયાદ) ગામના શ્રીએભલ પટગીર વિ.સ.૧૯૭૮માં એજ્ન્સી સરકાર (અંગ્રેજો ) અને ગાયકવાડ સામે બહારવટે ચડેલા. આ એભલ પટગીરે અન્યાયનો પ્રતીકાર કરીને દાખવેલ વીરતાથી પ્રભાવિત થઇ ચારણ પાલરવભા પાલીયાએ તેમની વિસી (૧૨૦) દુહા બનાવેલા. આશરે પંદરેક વર્ષ બહારવટે રહ્યા બાદ ઉંડવા વોકળામાં એજન્સી સામે લડતા વીરગતી પામેલ. એ વખતે પાલરવભાએ મરશીયા પણ રચેલા,અને પાળીયા સામે દુહા ગાયેલા.
પાલરવભા રચીત તેમના દુહાઓ
પડછંદા તોપુનાપડે,ધમચક ધીંગાણે,
પાનંગ (શેષનાગ) ઉંઘે નહી પાતાળે, આજ પટગર એભલા.
મરધર (મારવાડ) અને હાડાનો મલક (રાજસ્થાનના હાડા રાજપુતોનો બુંદિ પ્રદેશ)
જાણે નગરનો જામ; નોલી વાળુ નામ, ઉજાળ્યુ એભલા.
વડોદરા સામુ વેર, નગર નેજા તો નડ્યો;
જબરો માથે ઝમેર, (તુ) ઉતારલ એભલા.
(દુશ્મન સૈન્યજાણે સામુહીક આત્મહત્યા કરવા જ એભલ સામેઆવેછે.)
નોલી તણા નભર માં, ઝાંખા થયા ઝાડ;
કાઠી ભડા કમાડ, ગોઆ કુરેલ એભલા.
આમ વીર એભલ પટગીરના દુહાઓ બનાવનાર ચારણકવિને અંગ્રેજો સામેથી વોરંટ જાહેર થયુ અને અંગ્રેજ સરકારતરફથી ખુબ કનડગત થઇ છતા એભલ પટગીરના દુહા બનાવાના ચાલુ રાખેલા, તેમણે તેમના સમકાલીન ઘણી વ્યક્તિઓના દુહા રચેલ અને શામળા(શ્રીકૃષ્ણ ) દુહાઓ રચેલ.
કાઠીયાવાડ નાઅતીથ્યની અભીવ્યક્તિ આપતો આ પ્રખ્યાત દુહોપાલરવભાપાલીયાનીરચનાછે.
“કાઠીયાવાડ માંકોકદિ,ભુલો પડય ભગવાન
મોળા કરું મેમાન (તને) સ્વર્ગ ભુલાવુ શામળા”
સ્ત્રોતઃસ્વર્ગ ભુલાવુ શામળા (બળવંત જાની ,અંબાદાન રોહડીયા)
પે. પ્રભાતસિંહ બારહટ
ફોટોગ્રાફ: isharart