Adi Kadi Wav Uparkot Fort Junagadh
જુનાગઢમાં ઉપરકોટ કિલ્લાની અંદર આવેલી આ વાવ અત્યંત અસામાન્ય પ્રકારની છે અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં જોવા મળતી વાવ કરતા જૂદી છે. મોટા ભાગની વાવો જમીનના વિવિધ પ્રકારના નીચલા પડો અને ખડકોના સ્તરો ખોદીને બનાવવામાં આવે છે અને પથ્થરના સ્તંભો, તળિયા, સીડીઓ અને દિવાલો જમીન પરના બાંધકામની જેમ બનાવાય છે. આ બે વાવના કિસ્સામાં વાવનો હિસ્સો પથ્થરમાંથી કોતરી કાઢેલો છે અને વાવના સ્તંભો, દિવાલો જેવું માળખું મૂળ ખડકની બહાર છે. આનો અર્થ એવો થયો કે અહીં કોઈ પણ પ્રકારનું માળખાકીય બાંધકામ કરવામાં આવ્યું નથી, તેથી વાવનું સમગ્ર માળખું એક જ ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે.