શૌર્ય કથા
વિક્રમ સંવત 1683 માં શ્રાવણ વદ અમાસ એટલે ભાદવી અમાસ હતી તે દિવસે તળાજા નજીક મોટાગોપનાથ પૂરાતન સ્થાન છે ત્યા મેળો ભરાય એટલે આજૂ બાજુ ના ગામ લોકો મેળામા જાય, આમા ભાગ લેવા માટે મહુવા નજીક ના તરેડ ગામ ના થાથોભમ્મર સહિત ગામ ના તમામ ડાયરો ગયેલ તે વાત ની ખબર બેલમો ને પડી એમને થયુ કે ગામ માં કોય નથી એટલે ગામ નુ ધણ વાળવા ત્રાટ્કયા… એટલે ગામ માં દેકારો બોલ્યો ત્યારે એક 18 વર્ષ નો વિપ્ર યુવાન હજી તો મૂછ નો દોરો પણ ન તો ફુટ્યો અને એ પોતા ના ઘરે ફળીયા માં શિવ મંદિર હતુ ત્યા પૂજા કરતા હતા, ત્યારે એક આહીરાણીયે આવીને કકળાટ કરતા કહ્યૂ કે આપણા ગામ નુ ધણ બેલમો લઇ જાય છે… બડુદાદા ઉભા થયા… જય મહાદેવ ના નાદ સાથે કમરે કસાટો બાંધી, માથે ફટકો બાંધી, કપાળ માં શિવજીનું ત્રિપૂંડ તાણ્યુ… આંખો ક્રોધ થી લાલ ગલોલા જેવી થઇ ગઈ… ભગવાન ને નમન કરી, ખભે ઢાલ નાખી, કમરે તલવાર બાંધી, હાથ માં ભાલો લઇ, ઘોડા પલાણકરીને, દુશ્મનો તરફ વેગ પંથ વીંઝયો, પાળેલો કૂતરો પણ સાથે ગયો, દૂશ્મનો સાથે યુધ્ધ કરતા પેલા તેઓ એ એવું કીધેલૂ કે ગોર તમારી પોતાની ગાયો લઇ ને તમે પાછા વયા જાવ પણ આ શુરવીરે જવાબ આપ્યો કે મારી એકલા ની નહી પણ આખા ગામ ની ગાયો લેવા આવ્યો છુ… ત્યારે બેલમો એ કહ્યુ કે તો તારામા તાકાત હોય તો થયજાય પછી…. અને યુધ્ધ થયુ… એ યુધ્ધ માં વફાદાર કુતરા એ દુશ્મનો ના ઘોડા ને બાચકા ભરી ને નિશાન ચુકાવ્યા.. પછી કૂતરો ત્યા શહીદ થયો અને બડુરાજગોર એકલો બેલમો વચ્ચે લડતા લડતા માંથુ કાપાયુ અને ધડ લડયુ, આખો દિવસ યુધ્ધ ચાલ્યુ ને રાત્રે બેલમો ને થયૂ કે આ ધડ નહી પડે પછી કોઈકે ગળી નો દોરો ધડ ને અડાડ્યો પછી ધડ નચે પડયુ ત્યા સુધી માં તો ૨૫૦ બેલમો ને મારી નાખ્યા હતા….. આ વાર્તા બહુ લાંબી અને સંપૂર્ણ પુરાવા વળી છે, પણ અહી ટુકમાં બધુ આવરી લીધુ છે, આ બડુ દાદા કામળીયાગોર માં થઇ ગયા છે જે આપણા પેજના મિત્ર “ચેતનભાઈ રાજ્યગુરુ” ના ૧૩મી પેઢીએ દાદા થાય છે… હાલમાં બડુદાદાનુ સ્થાનક પાલીતાણા અને જેસર વચ્ચે વિરપુર ગામ આવેલુ છે ત્યા તે શહીદ થયા તે જગ્યા એ મંદીર છે ..
સૌજન્ય: ચેતન રાજ્યગુરુ
પૂજ્ય બડુદાદાને સમસ્ત ભમ્મર પરિવારના શતશત વંદન…
ખુબ જ સરસ.. ઇતિહાસની શોર્યગાથા… આ જે ગાથા રજુ થઇ છે તેનો ભમ્મર (આહિર)પરિવાર સાક્ષી છે અને ભમ્મર (આહિર) પરિવારના કુળદેવી માતાજીની સાથે જ પૂજ્ય બડુદાદાને મંદિરમાં સ્થાન આપેલુ છે… સમસ્ત ભમ્મર(આહિર) પરિવાર પૂજય દાદાનો રૂણી છે…
–Bhammar Ahir Pariwar Ranparda